મોરબી નજીક ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સ ૧.૧૭ લાખના મુદામાલ સાથે ઝડપાયા: એક ફરાર
SHARE
મોરબી નજીક ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સ ૧.૧૭ લાખના મુદામાલ સાથે ઝડપાયા: એક ફરાર
મોરબી તાલુકાના રાજપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા છે જેથી કરીને પોલીસે ૧.૧૭ લાખનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી એલ.સી.બી.ના પીઆઇની સૂચના મુજબ સ્ટાફના માણસો કામગીરી કરી રહ્યા છે ત્યારે નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના રાજપર ગામની માલસરા તરીકે ઓળખાતી સીમમાં આવેલ મનસુખભાઇ હરખાભાઇ પટેલની વાડીની ઓરડીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીના માલિક મનસુખભાઇ પટેલ, કિશોરભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ અને સુરેશભાઇ ઉર્ફે બાબુભાઇ પટેલ રહે. બધા મોરબી વાળાની જુગાર રમતા મળી આવ્યા હતા અને તેની પાસેથી ૧,૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ રેડ દરમ્યાન શાંતિલાલ પટેલ રહે. બરવાળા વાળો નાસી ગયો હતો જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે