મોરબી નજીક ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સ ૧.૧૭ લાખના મુદામાલ સાથે ઝડપાયા: એક ફરાર
મોરબીના મહેન્દ્રપરામાં ભર શિયાળામાં ગટરના પાણી શેરી-ગલ્લીઓમાં ફરી વળ્યા: લોકોમાં ભારે રોષ
SHARE
મોરબીના મહેન્દ્રપરામાં ભર શિયાળામાં ગટરના પાણી શેરી-ગલ્લીઓમાં ફરી વળ્યા: લોકોમાં ભારે રોષ
હાલમાં શિયાળામાં મોરબીના મહેન્દ્રપરામાં ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી અને ઘરની બહાર નીકળે એટલે ગટરની ગંદકીમાથી ફરજિયાત પસાર થવું પડે છે આવી પરિસ્થિતી હોવાથી સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મુદે અનેક વખત પાલિકા કચેરીમાં રજુઆતો કરવામાં આવી છે તો પણ મોરબીનો વર્ષો જુનો આ પ્રશ્ન ઉકેવામાં આવેલ નથી જેથી અહીના લોકોની હાલત આજની તારીખે દયનીય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
મોરબી શહેરના વોર્ડ નંબર ૬ માં આવતા મહેન્દ્રપરાના લોકોએ ગત વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેના બેનરો લગાવ્યા હતા અને આ વિસ્તારનો ગટર ગંદા પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘુસી જવાનો પ્રશ્ન ઉકેલવાની માંગ કરી હતી ત્યારે ભાજપના નેતાઓ દ્વારા રાતોરાત તે વિસ્તારના લોકોની સાથે મિટિંગ કરીને આ પ્રશ્ન ઉકેવા માટેની ખાતરી આપવામાં આવી હતી જેથી લોકોએ મતદાન કર્યું હતું જો કે, અફસોસની વાતએ છે કે આજની તારીખે વરસાદ નથી તો પણ મહેન્દ્રપરામાં ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી અને ઘરની બહાર નીકળે એટલે ગટરની ગંદકીમાથી ફરજિયાત પસાર થવું પડે છે આવી પરિસ્થિતી હોવાથી સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે
દરવર્ષ ચોમાસામાં વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભરાઈ છે જેથી લોકો ચાર મહિના હેરાન થાય છે જો કે, હાલમાં શિયાળામાં પણ ગટરના પાણી ભરાઈ છે જેથી અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ પાલિકા દ્વારા લોકોની સમસ્યાને ઉકેલવામાં આવી નથી માટે લોકોને ગંદકીની વચ્ચે જ રહેવું પડે છે અને આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતા નિંભરતાની હદ વટોળી ગયેલા પાલીકા તંત્ર દ્વારા લોકોની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી માટે લોકોમાં ભારે આક્રોશ છે