આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતી પરિણીતાને પતિએ પગાર આવે પછી વતનમાં જવાનું કહેતા કર્યો આપઘાત


SHARE







મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતી પરિણીતાને પતિએ પગાર આવે પછી વતનમાં જવાનું કહેતા કર્યો આપઘાત

મોરબી તાલુકાના ચાંચાપર ગામ પાસે આવેલ રામેશ્વરનગરમાં આવેલ કારખાનાની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી પરણીતાને વતનમાં જવું હતું અને તેના પતિએ કારખાનામાંથી પગાર આવે ત્યાર બાદ હિસાબ કરીને જવાનું કહ્યું હતું જેથી કરીને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે રામેશ્વરનગરમાં આવેલ એન્ટી પોલીમર નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા નાનાલાલ ગરવાલના પત્ની ધનકીબેન (ઉંમર ૨૨) એ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં બે દીકરીઓ છે વધુમાં તપાસ કરતાં એએસઆઈ આર.બી. વ્યાસ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક મહિનાને વતનમાં જવું હતું  અને તેના પતિએ પગાર આવે પછી હિસાબ કરીને વતનમાં જવાનું કહ્યું હતું જેથી કરીને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

યુવાનનું મોત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સ્કાય ટચ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મુકેશ દેવકરણભાઈ વારવા (ઉંમર ૨૬) ને ગઈકાલે કોઈ કારણોસર ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News