મોરબીના રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને મજૂરે કર્યો આપઘાત
SHARE
મોરબીના રંગપર પાસે કારખાનાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને મજૂરે કર્યો આપઘાત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનામાં મજૂર ઓરડીની અંદર રહેતા યુવાને પોતાની ઓરડીમાં આર્થિક મૂંઝવણથી કંટાળીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર ન્યુ ત્રિમૂર્તિ એન્જિનિયરિંગ વર્કસ નામની જગ્યામાં રહેતા અજીતભાઈ રામેશ્વરભાઈ ગીરી (ઉમર ૩૭)એ મોરબી તાલુકા પોલીસને ફોનથી જાણ કરી હતી કે તેઓના કૌટુંબિક કાકાના દિકરા મનીષકુમાર શ્રીશ્યામ નારાયણ ગીરી (ઉંમર ૨૭) રહે. રંગપર રોડ ઉપર આવેલ એપ્રીકોટ સિરામિક વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ એમ.આર.ગામીત સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે મૃતક યુવાનના ૬ મહિના પહેલા લગ્ન થયેલા છે અને તેની પત્ની વતનમાં રહે છે અને આર્થિક મૂંઝવણના લીધે આપઘાત કર્યો હોવ તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે