કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે તાવાના પ્રસંગમાં સામસામી મારામારી, ફરીયાદ નોંધાઇ


SHARE













મોરબીના સામાકાંઠે તાવાના પ્રસંગમાં સામસામી મારામારી, ફરીયાદ નોંધાઇ

મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં તાવાના પ્રસંગમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જૂની અદાવતમાં તેમજ સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષ તરફથી સામસામે મારામારી થતા સામસામી ફરિયાદો નોંધાવા પામેલ છે.

હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અશોક સવજીભાઇ વરાણીયા કોળી (ઉમર ૫૨) રહે.મોરબી-૨ ત્રાજપરવાળાએ તે જ વિસ્તારમાં રહેતાં કલ્પેશ પ્રવીણ વરાણીયા કોળી, નિતીન પ્રવીણ વરાણીયા, શંકર પ્રવીણ વરાણીયા અને અક્ષય અશોક વરાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેમનો દીકરો રવિ સામાવાળાઓને ત્યાં તાવાની પ્રસાદી લેવા માટે ગયો હતો તે બાબતે સામાવાળાએ ફરિયાદીના પુત્ર રવિ તથા પોતાની સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના પુત્ર રવિને તથા પોતાને ગાળો આપીને મુઢમાર માર માર્યો હતો.જે અંગે ગુનો નોંધાતા હાલમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષેથી નિતીન પ્રવીણભાઇ વરાણીયા જાતે કોળી (ઉમર ૨૪) રહે.ત્રાજપર શંકર મંદિરવાળી શેરી મોરબી-૨ વાળાએ ત્યાંના જ રહેવાસી રવિ અશોક વરાણીયા કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફરિયાદી અને આરોપી કૌટુંબિક ભાઇ થાય છે અને અગાઉ ફરિયાદીના ભાઈનું મોટરસાયકલ માંગીને લઇ ગયો હતો તે બાબતે જુની બોલાચાલી હતી અને હાલમાં સાહેદ કલ્પેશ પ્રવીણભાઈ સાથે જુની અદાવતના મુદ્દે ઝઘડો કરી ઝપાઝપી કર્યો બાદ મુઢ માર મારવામાં આવ્યો હતો તે અંગે પણ વળતી ફરિયાદ નોંધીને હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માટેલ ગામના રહેવાસી નારણભાઈ છગનભાઈ ચાવડા (૫૨) તેમના પત્ની વિજયાબેન નારણભાઈ (૪૮) અને પૌત્રી જીંકલની સાથે એકટીવામાં જતાં હતા ત્યારે રફાળેશ્વર નજીક અજાણ્યા વાહન સાથે તેઓનો અકસ્માત થતા નારણભાઈ અને વિજયાબેનને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર આવેલી સિલ્વરપાર્ક સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર નટુભાઈ સારેસા નામનો ૨૩ વર્ષીય યુવાન મોરબી નજીકના માંડલ ગામે વાડીએ હતો ત્યાં કોઈ જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે.






Latest News