આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

એક્સ્ક્લુસિવ: વાંકાનેરની મેસરીયા ચેક પોસ્ટ પાસેથી ૪ કિલો ગાંજો ભરેલી રિક્ષા સાથે ત્રણ ઝડપાયા


SHARE







એક્સ્ક્લુસિવ: વાંકાનેરની મેસરીયા ચેક પોસ્ટ પાસેથી ૪ કિલો ગાંજો ભરેલી રિક્ષા સાથે ત્રણ ઝડપાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ મેસરીયા ચેક પોસ્ટ પાસે એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતી રિક્ષાને રોકીને પોલીસે ચેક કરતા તે રિક્ષામાંથી ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ગાંજો, રીક્ષા અને બે મોબાઈલ મળીને ૧,૧૮,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરીને આરોપીની સામે નાર્કોટિક્સ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તેઑની પાસે ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

 

મોરબી જિલ્લાના જુદાજુદા માર્ગો ઉપર પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવીને ત્યાંથી પસાર થતાં વાહનો ચેક કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીથી ચોટીલા તરફ જવાના રસ્તા ઉપર આવતાં મેસરીયા ગામ પાસે મેસરિયા ચેકપોસ્ટ નજીક મોરબી જિલ્લા એસઓજી તેમજ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૪૧૭ ને પોલીસે ચેક કરી હતી ત્યારે આ રીક્ષામાંથી ચાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ રીક્ષામાં બેઠેલ ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે

હાલમાં જે ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે તેમાં જાદવ ઉર્ફે ભીમાભાઇ રામભાઈ મુંધવા (૨૦) રહે. અમરનાથ સોસાયટી મિતુલભાઈ પટેલના દવાખાનાની સામે, રાજુભાઈ રતનભાઈ શર્મા જાતે પંડિત (૩૬ રહે. લાલપર ગામે જીતુભાઈ પટેલના મકાનમાં મૂળ રહે. નાગદા જકશન જૂની કોટા ફાટક રામ મંદિર સામે એમપી તેમજ બળદેવભાઈ વિરમભાઈ ગમારા (૩૦) રહે. હાલ આરોગ્યનગર કૈણાભાઈના મકાનમાં મૂળ રહે. રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે

સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આરોપીઓએ આ ગાંજાનો જથ્થો સુરતથી લઇને આવ્યા હતા અને ચોટીલાથી જાદવ ઉર્ફે ભીમાભાઇ રિક્ષામાં ગાંજાનો જથ્થા રાખીને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાના જથ્થાને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે અને વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે, રાજુભાઈ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઈ ગમારા ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા અને જાદવની રિક્ષામાં તેની હેરાફેરી કરવામાં આવતી હતી અને ત્રણેય શખ્સો ભાગીદારીમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરતા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે સુરતમાં કયા શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મળ્યો છે અને ગાંજાનું કોને વેચાણ મોરબી જિલ્લાના કયા વિસ્તારમાં અને કઈ રીતે કરવાનું હતું તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News