મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા


SHARE







મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા

કચ્છ બાજુથી માળીયા થઈને અમદાવાદ બાજુ ટાટા પીકપ ગાડી જવાની છે તેમાં અબોલજીવને કતલખાને લઈ જવાના છે તેવી ચોક્કસ હકીકત મોરબી અને ચોટીલાના ગૌરક્ષકોને મળી હતી જેથી માળિયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાર બાદ મળેલ બાતમી મુજબના વાહનનો પીછો કરીને તે ગાડીને અણીયારી ચોકડી નજીક રોકવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવતા તે વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર 10 પાડાને કૃત્ય પૂર્વક બાંધીને અમદાવાદ બાજુ કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌરક્ષકે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 2,20,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેવા અને હિન્દુ યુવા વાહીની તેમજ ચોટીલા ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી વાહનમાં અબોલજીવને ભરીને અમદાવાદ બાજુ કતલખાને લઈ જવાના છે જેથી કરીને મોરબીના ગૌરક્ષકો દ્વારા કચ્છ માળીયા હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની પીકપ ગાડી નંબર જીજે 6 ઝેડઝેડ 2533 પસાર થઈ રહી હોય તેનો પીછો કરવામાં આવ્યો હતો અને તે ગાડીને અણીયારી ચોકડી પાસે રોકાવામાં આવી હતી અને ગાડીને પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવતા ગાડીની અંદર ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર 10 જેટલા પાડાને ક્રૂરતાપૂર્વક બાંધીને અમદાવાદ બાજુ કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી ગાડીના ડ્રાઇવરની વધુ પૂછપરછ કરતા તમે જણાવ્યું હતું કે કચ્છ અંજાર બાજુથી આબોલજીવને તેના વાહનમાં ભરવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતે ઢોર બજારમાં કતલ કરવા માટે તેને લઈ જઈ રહ્યા છે તેવી વિગત સામે આવી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબીના પીપળી ગામે આવેલ મારુતિ નગરમાં રહેતા વૈભવભાઈ ઝાલરીયાએ  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકબર આમદ સૈયદ રહે. જુહાપુરા અમદાવાદ તથા ઈમ્તિયાઝ એજાજ મેમણ રહે. દાણીલીમડા અમદાવાદ વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 2,00,000 ની કિંમતનું વાહન તથા વીસ હજાર રૂપિયાની કિંમતના 10 પાડા આમ કુલ કરીને 2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News