આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક મશીનના બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત


SHARE







મોરબીના બેલા નજીક મશીનના બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ નજીકના સિરામિક યુનિટમાં કામ દરમિયાન મશીનના બેલ્ટમાં આવી જવાથી મજૂર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ નજીકના એબ્રોડ સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતા મીરહુશેન કુરાનદીન મીંયા નામના ૪૫ વર્ષીય યુવાનનું કામ દરમિયાન મશીનના બેલ્ટ (પટ્ટ) માં આવી જવાથી ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. જેથી કરીને મૃતકના ડેડબોડીને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું જ્યાંથી જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડિયાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી નજીકના વાવડી ગામે આવેલ કબીર આશ્રમ પાસે રહેતાં કિરણ બાબુભાઈ ગરચર નામના ૩૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબી નજીકના રાજપર ગામે આવેલ એરિકા પ્લાયવુડ નામના યુનિટમાં ઈલેક્ટ્રીક શોટ લાગવાથી વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં કિશન જીતબહાદુર સોની નેપાળી નામના ૨૮ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે પ્રાથમિક તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર ગામે રહેતા દયાબેન પરસોતમભાઈ કુંઢીયા નામની ૫૩ વર્ષીય મહિલાના પતિની સાથે બાઈકના પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે પંચાસર ગામ નજીક મામાદેવના મંદિર નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત દયાબેનને સારવાર માટે ખસેડાયા હતા.બનાસકાંઠાના વાવના રહેવાસી પ્રભુભાઈ અરજણભાઈ ઠાકોર નામના ૪૫ વર્ષીય યુવાનને મોરબી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે ગત રાત્રીના એકાદ વાગ્યે અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News