મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન

સાહિત્ય અને કળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવા તથા સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડવાના શુભ હેતુથી, નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૨/૦૮/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે એક ભવ્ય 'કવિ સંમેલન' નું આયોજન થવા જઈ રહ્યું છે.

​આ સાહિત્યિક મહોત્સવ અંતર્ગત મોરબીવાસીઓમાં છુપાયેલી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે એક વિશેષ 'કાવ્યલેખન સ્પર્ધા' નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોરબીના તમામ સાહિત્યપ્રેમી નાગરિકો ભાગ લઈ શકે છે, સ્પર્ધકે માત્ર પોતાનું સ્વરચિત અને મૌલિક સર્જન (કોપી કર્યા વગરની કવિતા) જ મોકલવાનું રહેશે અને તે મોકલવા માટેની ​છેલ્લી તા. ૨૧/૦૮/૨૦૨૬ રાખવામા આવેલ છે. અને દરેક સ્પર્ધકોએ પોતાની કૃતિઓ આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલ ગૂગલ લિંક (Google Form) મારફતે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. અને નિર્ણાયકો દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરી તેમાંથી ઉત્કૃષ્ટ રચનાઓ આપનાર પ્રથમ ૩ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. આ ત્રણેય વિજેતાઓને ૨૨ મી ઓગસ્ટે યોજાનાર કવિ સંમેલનના કાર્યક્રમ સ્થળ પર સન્માનિત કરવામાં આવશે. તેમજ તેઓ પોતાની રચનાનું પઠન પણ સ્ટેજ પરથી કરી શકશે. મોરબીની જનતા, સાહિત્યરસિકો અને ઉગતા કવિઓને આ કાવ્યલેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા અને કવિ સંમેલનમાં આવવા માટે આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે.




Latest News