આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ સાથે ઉધ્ધતાય ભર્યુ વર્તન કરવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં પોલીસ સાથે ઉધ્ધતાય ભર્યુ વર્તન કરવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં પોલીસ સાથે ઉધ્ધતાય ભર્યુ વર્તન કરીને ગાળો આપી હતી અને ધાક ધમકી આપવાનો ગુનો એક્ટિવા ચાલક સામે નોંધાયો હતો અને તેનું વાહન કબજે કરીને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં જજે હાલમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

 મોરબીના પોલીસ જવાન ફરિયાદી રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભુપતસિંહ અજુભા પરમાર, પ્રકાશભાઇ પ્રભાતભાઇ ડાંગર, જીતેનભાઇ જગદીશભાઇ ગઢવી અને પીએસઆઈ એન.એ. શુકલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે તા ૨૯/૩/૨૦૨૦ ના રોજ ફરજ ઉપર હતા ત્યારે સવારે ૧૦/૪૫ કલાકે એકટીવા ચાલક આરોપી સામજીભાઇ ભીખાભાઈ પરમાર ત્યાંથી નિકળતા તેમને રોક્યા હતા અને તેની પુછપરછ કરી હતી ત્યારે તેને પોલીસની સાથે ઉધ્ધતાય ભર્યુ વર્તન કર્યું હતું અને જેમ ફાવે તેમ બોલ્યા હતા અને ગાળો આપીને ધાક-ધમકી આપી હતી તેમજ પીએસઆઈ એન.એ. શુકલ સાથે પણ ઉઘ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું જેથી આરોપી સામજીભાઇ પરમારનું એકટીવા કબજે કર્યું હતું અને તેની સામે ગુનો નોંધાયો હતો આ કેસ મોરબીમાં ચીફ જયુડી. મેજી. અર્ચિત એન. વોરાની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી, સાહેદો, પંચો વિગેરે અને આરોપીના વકીલ પી.ડી. માનસેતાએ ઉલટ તપાસ કરેલ હતી તેને ધ્યાને લઈને આરોપી સામજીભાઇ ભીખાભાઇ પરમારને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે






Latest News