મોરબીમાં પોલીસ સાથે ઉધ્ધતાય ભર્યુ વર્તન કરવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીના સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી જતા બે ને ઈજા, એકને રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી જતા બે ને ઈજા, એકને રાજકોટ ખસેડાયો
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં બે લોકોને ઈજાઓ પહોંચતા અહીંની સિવિલમાં ખસેડાયા હતા અને બે પૈકીના એકને વધુ ઇજા હોવાથી તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરતાનપર રોડ ઉપર રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વીશીપરામાં આવેલી મદીના સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરતા સોહીલ હુસેનભાઇ સુમરા નામના ૨૪ વર્ષીય યુવાનને તેમજ મોરબીના મકનસર પાસે રહેતાં સંતોષસિંહ પદમસિંહ રાજપૂત નામના ૫૧ વર્ષીય આધેડને ઇજા પહોંચી હોય બંનેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા. જોકે સોહીલ સુમરાને વધુ ઈજાઓ હોવાથી હાલ તેને રાજકોટ ખસેડાયા હોવાનું તપાસ અધિકારી એ.એલ.પરમાર પાસેથી જાણવા મળેલ છે.લયવધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિક્ષા પલ્ટી મારી ગઇ હોવાનો બનાવ બન્યો છે જેમાં સોહીલ ડ્રાઇવિંગ કરતો હોય અને સંતોષસિંહ મુસાફર તરીકે બેઠા હોય દરમિયાનમાં સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી જતા બંનેને ઈજા થઈ હોય હાલ ઇજાગ્રસ્ત સોહીલ સુમરાને રાજકોટ ખસેડાયો છે.
ઝેરી દવા પી જતાં યુવાન સારવારમાં
ટંકારા પોલીસ મથકની હદમાં આવેલા ઘુનડા (ખાનપર) ગામે રહેતા સાગર કાનજીભાઈ વરાણીયા નામના ૧૯ વર્ષીય યુવાને તેના ગામમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થવાથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી જેથી હાલ ટંકારા પોલીસે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ધરપકડ
મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બનેલ મારામારીના બનાવમાં તપાસ અધિકારી વી.ડી.મેતાએ હાલમાં હનીફ અબ્બાસ ભટ્ટી મિંયાણા (૨૧) અને કરીમ અબ્બાસ ભટ્ટી મિંયાણા (૨૨) રહે.બંને કાજરડા માળીયા મીંયાણા તેમજ હુસેન હાસમ મોવર મિંયાણા (૨૭) રહે.શહેનસાહવલીના ઢાળીયા પાસે માળીયા મીંયાણાની મારામારીના બનાવમાં ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.