મોરબીમાં ઘરેથી કહ્યા વગર ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યુ..!
મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા ટાઉનશીપ પાસેથી પાંચ લાખના ટ્રકની ચોરી
SHARE
મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા ટાઉનશીપ પાસેથી પાંચ લાખના ટ્રકની ચોરી
મોરબી મહેન્દ્રનગર ગામ પાસે આવેલા પ્રભુકૃપા ટાઉનશીપના ગેટ પાસે ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રક અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પાંચ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક ચોરી થયો હોવા અંગેની યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાપરના ભુટકીયા ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે ભરવાડવાસમાં સિતળા માં વિસ્તારમાં રહેતા નીલાભાઇ ઉર્ફે ગોવીંદભાઇ સોમાભાઇ ભાંગરા જાતે-રબારી (ઉ.૩૫) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે પ્રભુકૃપા ટાઉનશીપની બાજુમાં તેણે પોતાનો ટ્રક નંબર જીજે ૩ એટી ૦૪૬૪ પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકને તારીખ ૩/૧ ના રાત્રિના ૧૦:૩૦ થી બીજા દિવસે સવારના ૫:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ યુવાને નોંધાવતા બી ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી નાની વાવડી ગામે રામદેવ ડેરીની સામેના ભાગમાં આવેલ ખોડિયારનગરમાં રહેતા કિશોરભાઈ અમરશીભાઈ મકવાણા જાતે લુહાર (ઉંમર ૪૨)એ હાલમાં નંબર વગરની સફેદ કલરની ઇકો કારના ચાલક સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો દીકરો અનિલ કબીર આશ્રમ પાસેથી પગપાળા ચાલીને જઇ રહ્યો હતો ત્યારે ઇકો કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને તેના દીકરાને ડાબી આંખ અને શરીરના ભાગે ઇજાઓ થઇ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં પોલીસે કિશોરભાઈની ફરિયાદ આધારે ઇકો કારના ચાલકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા નટવરલાલ વશરામભાઈ વરાણીયા જાતે કોળી (ઉંમર ૬૦) રહે. ત્રાજપર ચોકડી એસાર પંપની બાજુમાં વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૪૭૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
એક બોટલ દારૂ
મોરબી શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૩૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે પોલીસે જયરાજસિંહ લાખુભા જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૮) રહે. સકત સનાળા નીતિનનગર સોસાયટી ટાવરની બાજુમાં વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
૧૭૦ લિટર દારૂ
મોરબીના શકત સનાળા પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (ઉમર ૩૨) રહે, મુરલીધર હોટલ પાછળ વાળા પાસેથી ૧૭૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી









