મોરબીમાં ઘરેથી કહ્યા વગર ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યુ..!
SHARE
મોરબીમાં ઘરેથી કહ્યા વગર ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યુ..!
મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગર વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઇપણ જાણ કર્યા વગર પહેરેલા કપડે નીકળી જતાં પરિવારે ઘરમેળે શોધખોળ કરી હતી છતાં યુવતીનો પત્તો ન લાગતાં અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન યુવતીએ તેમના જુના પાડોસી યુવાનની સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાનું ખુલ્યુ હતુ.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ લાઇન્સનગરમાં વિસ્તારમાં લાયન્સ સ્કૂલ પાસે સરમરીયા દાદાના મંદિર નજીક સતનામ કોમ્પલેક્સના પાછળ રહેણાંક મકાનમાં રહેતા ધરમદાસભાઈ દેવીદાસભાઇ રાબડીયા (ઉમર ૫૦) ની પુત્રી પાયલબેન ધરમદાસભાઇ રાબડીયા (ઉંમર ૧૯) ગત તા.૪ ના સાંજના ચારેક વાગ્યે ઘરેથી કોઈને કંઈ પણ જાણ કર્યા વિના પહેરેલ કપડે નીકળી ગયેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ યુવતીનો પત્તો ન લાગતાં અંતે ધરમદાસભાઈએ સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતાં હાલમાં બીટ જમાદાર વશરામભાઈ મેતાએ ગુમશુધા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખૂલ્યું હતું કે પાયલબેન તેમના ઘરની બાજુમાં રહેતા વિજય પ્રેમજી સોલંકી નામના ૨૩ વર્ષના પાડોસી યુવાનના સાથે છેલ્લા બે વર્ષથી પરિચયમાં હતા અને તેની સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે લગ્ન કરી જીવન વિતાવવાની ઈચ્છતા હોય તેણીએ મૂળ વાંકાનેર અને હાલ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ધર્મભૂમિ સોસાયટીમાં રહેતા વિજય પ્રેમજી સોલંકીની સાથે હારતોરા કરીને પ્રેમલગ્ન કરી લીધેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી ગામોટ શેરીમાં રહેતા જયેશભાઈ બળવંતભાઈ પંડ્યા નામના ૪૮ વર્ષીય યુવાનને દરબારગઢ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૧૪ પાસે આવેલ ખ્વાજા પેલેસમાં રહેતા આફતાબ જુસબભાઇ જુણેજા નામના ૧૭ વર્ષીય યુવાનને મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબ રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે કોઈ બાઈક ચાલકે તેનું બાઇક તેની સાથે ટકરાવ્યું હતું અને બાદમાં ઝઘડો થતાં ઝપાઝપી અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આફતાબ જુણેજાને ઈજાઓ પહોંચી હતી.