મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં જુગારની કુલ 8 રેડ: 41 શખ્સો 3.28 લાખના મુદમાલ સાથે પકડાયા હળવદના કાવડિયા ગામે વાડીએ જતાં સમયે નીચે પડવાથી માથામાં ગંભીર ઇજા પામેલ વૃદ્ધનું મોત ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ
Breaking news
Morbi Today

હળવદના કાવડિયા ગામે વાડીએ જતાં સમયે નીચે પડવાથી માથામાં ગંભીર ઇજા પામેલ વૃદ્ધનું મોત


SHARE





હળવદના કાવડિયા ગામે વાડીએ જતાં સમયે નીચે પડવાથી માથામાં ગંભીર ઇજા પામેલ વૃદ્ધનું મોત

હળવદના કાવડિયા ગામે દીકરાએ મજૂરી કામ માટે રાખેલી વાડીએ જઈ રહેલા વૃદ્ધ રસ્તામાં કોઈ કારણસર પગ લપસી જવાના કારણે નીચે પડ્યા હતા ત્યારે ડાબા કાન અને માથાની ડાબી બાજુએ પાછળના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી વૃદ્ધનું મૃત્યુ નીપજયું હતું અને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોડી ગામે વાડીરહીને મજૂરી કામ કરતા શંકરભાઈ ગુલજીયાભાઇ ઘાણેક (60) નામના વૃદ્ધ હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં તેના દીકરા સુલતાનભાઇ ધાણેકે મજૂરી પેટે રાખેલ વાડીએ ચાલીને જતા હતા ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા કોઈ કારણોસર તેનો પગ લપસી જવાના કારણે તે પડી ગયા હતા અને પથ્થર સાથે માથું અથડાયું હતું જેથી તેઓને ડાબા કાન તથા માથાની ડાબી બાજુએ ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સુલતાનભાઈ શંકરભાઈ ધાણેક (30) રહે. હાલ દાનુભાઈ ડોડીયાની વાડીએ કવાડિયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News