આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર-રાપર વચ્ચે ચાલતા રોડના કામના સેમ્પલ લેવા માટે મંત્રી બ્રિજેશ મેરજાની સૂચના


SHARE







મોરબીના જેતપર-રાપર વચ્ચે ચાલતા રોડના કામના સેમ્પલ લેવા માટે મંત્રી બ્રિજેશ મેરજાની સૂચના

મોરબી તાલુકાના જેતપર મચ્છુથી રાપર સુધીના નવા રોડ મંજૂર કરાયેલ છે ત્યાં ડામર સપાટીનું કામની ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ કામની સરપ્રાઈઝ મુલાકત લીધી હતી. અને આ કામમાં નક્કી કરેલ પ્રમાણ મુજબ સિમેન્ટ વાપરવાની હોય તેમાં કચાસ દેખાતા સ્થળ પરથી જ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ સંબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી. અને આ નબળું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે જે કોઈપણ એજન્સી હોય તેને નબળા કામની સજા ભોગવવા તૈયાર રહે તેવી તાકીદ કરી હતી. આ ઉપરાંત મટીરીયલને ક્વોલિટી કન્ટ્રોલમાં મોકલવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા કોથળીમાં મટીરીયલ સાથે ગુણવત્તાની ચકાસણી માટે મોકલવા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને સ્પષ્ટ સૂચના આપી હતી અને લેબોરેટરીમાં ચકાસણી કરીને નબળી ગુણવત્તાના મટીરીયલ સબબ એજન્સી અને કામના સુપરવિઝન કરતાં અધિક મદદનીશ ઇજનેરોને યોગ્ય કરવા સુચના આપી છે વધુમાં મંત્રીએ જણાવ્યુ હતું કેઆ એકમાત્ર રસ્તાનું નહિ પણ મોરબી માળીયામાં જ્યાં પણ રસ્તાના કામો ચાલુ છે ત્યાં ક્યાંય પણ કચાસ ચલાવી લેવામાં આવશે નહીં આમ મંત્રીની અચાનક મુલાકાતથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો હતો.






Latest News