મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE







મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો કે, મોરબી જુના બસસ્ટેશન પર બે કિશોરી છેલ્લા કેટલાક કલાકથી એકલી બેઠી છે અને કાંઈ પણ બોલતી નથી અને સરખું સરનામું પણ આપતી નથી જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાર બાદ અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તેમજ પાયલોટ વિરમભાઇ જીડ સ્થળ ઉપર પહોચીને પહેલા બંને કિશોરીને સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતી અને ત્યાર બાદ કિશોરીઓને સાંત્વના આપી હતી અને કિશોરી સાથે વાતચીત કરીને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા મમ્મીનાં બીજા લગ્ન છે અમે ત્રણ બહેનો છીએ મારા મમ્મીનાં બીજા લગ્નનાં આઠ વર્ષ થયાં છે હું મારા મમ્મી પપ્પા અને બહેન સહિતના પરિવાર સાથે મોરબી એક ટાઈલ્સની કંપનીમાં રહું છું મારા બીજા પપ્પા હોવાથી તેઓ રોજ નશીલા દ્રવ્યોનું સેવન કરીને બધાં સાથે મારઝુડ કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ નાની નાની વાતો પર માનસિક રીતે ત્રાસ આપે છે અને ઘર ખર્ચ માટે ઘરમાં પૈસા પણ આપતા નથી અને અયોગ્ય વર્તન કરે છે આવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને અમે બંને બહેનો સવારના સમયે રસોઈ બનાવીને ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છીએ. ત્યારબાદ અભયમની ટીમે કિશોરીઓના પિતા સાથે વાતચીત કરી હતી અને તેમના પપ્પાએ જણાવ્યું હતું કે સવારના સમયે રસોઈ બનાવીને નાની વાતો પર ઝઘડો થતાં મારી બંને કિશોરીઓ સવારના સમયે મારી જાણ બહાર ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ ગોતવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ કિશોરી મળેલ નહીં. જો કે, જરૂરી માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપીને મારઝુડ ન કરવાં તેમજ માનસિક ત્રાસ ન આપવા માટે સમજાવટ કરીને બંને કિશોરીઓનું ધ્યાન રાખવા અભયમની ટીમે તેના પિતાને જણાવ્યુ હતું. આમ બંને કિશોરીઓનું તેના પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ હતું.




Latest News