મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન
SHARE
મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા હાલમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સત્યગ્રહ છાવણીની બહારના ભાગમાં ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં જય જવાન જય કિશનના નારા લગાવીને નરેન્દ્ર મોદી હાય હાય ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા ચાર મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો દ્વારા છાવણી નાખીને ખાનગી વીજ કંપનીના જે વીજપોલ તેઓના ખેતરમાં આવી રહ્યા છે તેની સામે પૂરતું વળતર મેળવવા માટે તેને આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આંદોલન પાર્ટ 3 અંતર્ગત જુદા જુદા જિલ્લાઓ પણ હવે આ આંદોલનની સાથે જોડાઈ રહ્યા છે તેવામાં ગઈકાલે સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ અનેકવિધ કાર્યક્રમો કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના જેતપર ગામે સત્યાગ્રહ છાવણીની બહારના ભાગમાં ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા જય જવાન, જય કિશનના નારા લગાવીને નરેન્દ્ર મોદી હાય હાયના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તેમજ ખાનગી વીજ કંપની પાસેથી તેઓને પૂરતું વળતર મળે તેવી લાગણી ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખીએ છે કે, ખેડૂત આંદોલન પહેલા ખેડૂતોને જે વળતર મળી રહ્યું હતું તેની સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું, પોલીસ સાથે ઘર્ષણ થયું, ખેડૂતોએ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ જેતપર ગામે કર્યા તે દરમ્યાન સરકારી નવી વળતર નીતિ જાહેર કરી હતી જેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે અને આજની તારીખે તેઓને પૂરતું વળતર મળતું ન હોવાથી ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે અને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ઘણી જગ્યાએ ખેડૂતો દ્વારા પોતાના ગામના પ્રવેશદ્વાર ઉપર બેનરો મૂકીને ભાજપના ઉમેદવાર તથા નેતાની પ્રવેશબંધી કરવામાં આવેલ છે આમ દિવસેને દિવસે ખેડૂત આંદોલન તીવ્ર બની રહ્યું હોય તેવું જોવા મળે છે.