મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતમુર્હત કરેલ કામો ચાલુ અને કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવાની માંગ


SHARE









મોરબીમાં ખાતમુર્હત કરેલ કામો ચાલુ અને કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવાની માંગ

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ પાલીકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને સરકારના મંત્રી તેમજ પાલિકા દ્વારા ઘણા બધા ખાતમુર્હત કરવામાં આવેલ છે. જે પૈકીનાં અમુક કામો જ ચાલુ થયેલ છે. સરકારના નિયમની જોગવાઈ મુજબ જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં સરકાર કે નગરપાલિકા દ્વારા જે તે કામના કોન્ટ્રકાટરની  સાથે કરવામાં આવેલ અગ્રીમેન્ટની એક નકલ ચાલતા કામના સાઈટ ઉપર રાખવી હોય છે તે મૂકવામાં આવતી નથી જેથી કરીને કામ ઉપર એગ્રીમેન્ટની કોપી રાખવામાં આવે અને ખાતમુર્હત કરેલ કામો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે

તેઓએ વધુમાં કહ્યું છે કે, મોરબીમાં કોન્ટ્રાકટ અને અધિકારીઓની મિલી ભગત જો થઇ જાય તો મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થવાની શક્યતાઓ રહેલ છે. જેથી કરીને કામના સ્થળ ઉપર અગ્રીમેન્ટની કોપી હોય તે જરૂરી છે જેથી લોકો જાણી શકે છે કે કેટલી રકમનું કામ છે, કેટલા સમયમાં પૂરું કરવાનું છે, કામની ગુણવત્તા છું છે ?, કામ ના સ્પેસીફીકેશન શું છે ? જેથી સરકારના પૈસા કે જે જાહેર જનતા પાસેથી ઉઘરાવેલ ટેકસથી આવે છે તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે પછી ગેરરીતી થાય છે તેની માહિતી લોકોને મળી શકે છે અને હીરાસરીના માર્ગનું કામ ચાલુ થયેલ છે, જે કામ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને મંજુર થયેલ છે જેનું ખાતમુર્હત કર્યાં પછી ઘણા દિવસો બાદ પણ આ કામને ચાલુ કરેલ છે અને અગાઉ આ રસ્તાનું કામ જયારે થયેલ ત્યારે તેમાં ગેરરીતી થયેલનું જાણવા મળેલ હતું. અને કામની ગુણવતા પણ નબળી હતી. જેના કારણે સિમેન્ટ કોન્ક્રીટ રોડ ખુબ જ જલ્દી તૂટી જવા પામેલ છે આ વાતનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય કરવાની માંગ કરી છે અને આ કામના એગ્રીમેન્ટની નકલ પણ માંગી છે કેમ કે તે સ્થળ ઉપર મૂકવામાં આવેલ નથી જો પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે 




Latest News