મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબી જીલ્લામાં ૪ બાળકો સહિત કોરોનાના ૫૧ નવા કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય વિભાગ-વહીવટી તંત્રમાં દોડધામ
SHARE









મોરબી જીલ્લામાં ૪ બાળકો સહિત કોરોનાના ૫૧ નવા કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય વિભાગ-વહીવટી તંત્રમાં દોડધામ
મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલના દિવસમાં મોરબી જિલ્લાની અંદર વધુ ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે અને આજની તારીખે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા કુલ મળીને ૨૦૭ થઈ ગયેલ છે અને મોરબી શહેર તેમજ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તે જોતાં આગામી દિવસોમાં કોરોના હજુ પણ લોકોની ચિંતામાં વધારો કરશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
મોરબી જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં ચિતાજનક રીતે વધારો થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર વખતે મોરબીમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનોની હાલત દાયનીય બની ગઈ હતી તે જાણે કે લોકો ભૂલી ગાય હોય તેવી બેદરકારી હાલમાં લોકો રાખી રહ્યા છે જેથી આજની તારીખે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે અને તેમાં પણ ખાસ કરીને તેમાં વિદ્યાર્થીઓ અને બાળકોમાં આ વખતે કોરોનાના કેસ વધુ સામે આવે છે
મોરબી જીલ્લામાં ગઇકાલે ૧૪૪૯ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ચાર બાળકો સહિત ૫૧ નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતું નથી તે હકકીત છે આજની તારીખે શહેરના જુદાજુદા એરીયામાં તેમજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં ધીમેધીમે કરતાં કોરોનાના ૨૦૭ એક્ટિવ કેસ થઈ ગયા છે જેથી કરીને આરોગ્ય વિભાગ અને વહીવટી ટંટર્માં દોડધામ મચી ગયેલ છે જો કે, જેને કોરોના આવે છે તે દર્દીઓને કોરોનાનું સંક્રમણ કયાં લાગી રહ્યું છે તે સામે આવતું નથી
