મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં મકરસંક્રાતિએ સલામતી રાખવા પીજીવીસીએલની અપીલ


SHARE













મોરબીમાં મકરસંક્રાતિસલામતી રાખવા પીજીવીસીએલની અપીલ

મોરબી શહેર અને જીલ્લામાં મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરવા માટે સહુ કોઈ થનગની રહયા છે ત્યારે આ પર્વની સલામતી પૂર્વક ઉજવણી થાય તે જરૂરી છે તેમજ પતંગ ઉડાડતી વખતે કોઈ જાનહાનિ ન થાય તે માટે મોરબી પીજીવીસીએલ દ્વારા સલામતી સાથે પતંગ ઉડાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને સાથોસાથ વીજ તારથી દૂર રહેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

મોરબી પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યુ છે કે, પતંગનો માંજો બવાવતી વખતે વિજવાહક પદાર્થ ન વાપરવા તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વિજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો (જર્મન સિલ્વર પતંગ) બાળકો દ્વારા ન વાપરવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ અને બાળકો પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજ થાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહીં, પતંગને વીજ થાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખવી જોઈએ અને પતંગ ઉડાડતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ. કેમ કે મેગ્નેટીક ટેપ વીજવાહક હોવાથી વીજવાયરને અડે તો બાળકને વીજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાશી ઉપર પતંગ ઉડાડતી વખતે નજીકમાંથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખવા માટે અપીલ કરેલ છે અને વીજ વાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બાંબુ કે લોખંડના સળીયા અથવા અન્ય કોઈપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે, ચાઈનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વીજવાહક પદાર્થ વપરાયેલો હોય છે તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ધ્યાન અને રાત્રીના અંધારામાં ફાનસ કે ગુબારો વીજવાયરોમાં ન ફસાય તેની પણ કાળજી રાખીને પર્વની ઉજવણી કરવા માટે અનુરોધ કરેલ છે 






Latest News