મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે વાંકાનેરમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ પકડાયો: એકની શોધખોળ મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે વાંકાનેરમાં 10 વર્ષ પહેલા છોકરી બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને બે યુવાન ઉપર પાંચ શખ્સોનો છરી-પાઇપ વડે હુમલો મોરબીના રવાપર નજીક આવેલ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત: બોક્ડ થંભા નજીક પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સમૂહ રાંદલનો કાર્યક્રમ યોજાયો: મોરબીમાં નિયમિત યજ્ઞની પ્રેરણા સાથે જન્મદિવસની કરાઇ ઉજવણી


SHARE











મોરબીમાં ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સમૂહ રાંદલનો કાર્યક્રમ યોજાયો

મોરબીના ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ જ્ઞાતિજનોએ ઉત્સાહ ભેર જોડાયા હતા. અને આ તકે પ્રધાન આચાર્ય પદે મોરબીના શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધાન અનુસાર પૂજન અર્ચન કરાવ્યુ હતું અને ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે જ્ઞાતિના યુવક મંડળ અને મહિલા મંડળ સમિતિના હોદેદારો સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

મોરબી રેવન્યુ વકિલ મંડળના પ્રમુખે નિયમિત યજ્ઞ કરવાની પ્રેરણા આપી જન્મદિવસની ઉજવણી કરી

જન્મદિવસ એટલે જીવનનું એક વર્ષ ઓછું થવું.હાલમાં કોરોનાના કાળમાં સમગ્ર વિશ્વ સ્વાસ્થ્યના અનેક પ્રશ્નો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ અને યજ્ઞ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ઘી, ગૂગળ, કપૂર જેવી જડીબુટ્ટીથી નિયમિત યજ્ઞ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે.જેને ધ્યાનમાં રાખી પતંજલિ યોગ સમિતિ-મોરબીના યુવા પ્રભારી અને રેવન્યુ વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ રાજપરાએ ૧૦ મી જાન્યુઆરીએ તેમના જન્મદિવસ નિમિત્તે લીલાપર(કેનાલ) રોડ ઉપરના રામકો બંગલોમાં આવેલ વૈદિક યજ્ઞ શાળામાં કે જ્યાં નિયમિત યજ્ઞ કરવામાં આવે છે.ત્યાં યજ્ઞ કરીને દરેક જગ્યાએ નિયમિત યજ્ઞ થાય તે માટે વૈદિક યજ્ઞ સમિતિને ધનરાશિ અર્પણ કરી પ્રેરણાદાયી જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે આ તકે આહવાન કર્યું હતું કે આગામી ૧૨ મી જાન્યુઆરીએ ભારત વર્ષના એવા મહાપુરુષનો જન્મદિવસ છે કે જેમણે વર્ષો પહેલા વિદેશની ધરતી પણ ધર્મસભા સંબોધી ભારત દેશની મહાનતાનો સંદેશો સમગ્ર વિશ્વને આપ્યો હતો. એવા સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ જેને "યુવા દિન" તરીકે ઉજવવામાં આવે છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઇ સમાજ અને રાષ્ટ્ર માટે કંઇ કરી છુટવા હર હંમેશ તૈયાર રહીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.આ તકે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ વતી, નરશીભાઈ અંદરપા(યોગગુરૂ) રામજીભાઈ બાવરવા, જેન્તીભાઈ ચારોલા, મનસુખ કોટડીયા, ધીરજલાલ હાંસલીયા, અરવિંદભાઈ વામજા, જીતુભાઈ રૂપાલા, અંબાલાલ કુંડારિયા, નલીનભાઈ છનિયારા, ભીમજીભાઇ અઘારા, પ્રેમજીભાઈ અઘારા, ભુદરભાઈ સવસાણી, અરવિંદભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ દોશી, અનુભાઈ, અનસુયાબેન‌ ફેફર, દુર્ગાબેન લીખીયા, શારદાબેન કુંડારિયા, શાંતાબેન અંદરપા, મુક્તાબેન‌ અંદરપા, લાભુબેન અમૃતિયા,‌ પીનલબેન ચારોલાએ તેમને લાંબુ અને નિરોગી આયુષ્યની અને રાષ્ટ્રના ઉત્થાન માટે કાર્યકર્તા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી.

 






Latest News