મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગમાં પ્રમુખ સહિત હોદેદારોની વરણી


SHARE













મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગમાં પ્રમુખ સહિત હોદેદારોની વરણી

મોરબીના સર્કીટ હાઉસ ખાતે મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના સભ્યોની મીટીંગ મળી હતી.જેમાં જુદાજુદા હોદાઓ ઉપર પત્રકાર મિત્રોની હોદેદારો તરીકે વરણી કરવામાં આવી હતી.

મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના પત્રકાર મિત્રોની યોજાએલ મીટીંગમાં હોદેદારો નક્કી કરવામાં આવ્યા હતા.બાદમાં ટ્રસ્ટ બનાવીને તેની નોંધણી કરવામાં આવશે જેના થકી મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના સભ્ય પત્રકારો તેમજ મોરબીના બહોળા હિતમાં વિવિધ કાર્યો કરવામાં આવશે.હામાં મળેલ બેઠકમાં પ્રમુખ તરીકે અતુલભાઇ જોશીની, ઉપપ્રમુખ તરીકે મિલનભાઇ નાનકની, મંત્રી પદે રવિભાઇ ભડાણીયાની અને સહમંત્રી તરીકે ચંદ્રેશભાઇ ઓધવીયાની તેમજ ખજાનચી તરીકે જીજ્ઞેશભાઈ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે.જયારે કારોબારી સભ્યો તરીકે રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી અને હિમાંશુભાઈ ભટ્ટની તેમજ અન્ય પત્રકાર મિત્રોની સભ્યપદે વરણીઓ કરવામાં આવેલ છે. મીટીંગમાં વરીષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, ભાસ્કરભાઇ જોશી, ઋષિભાઇ મહેતા અને સુરેશભાઈ ગોસ્વામી સહિતના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News