મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગમાં પ્રમુખ સહિત હોદેદારોની વરણી
મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ
SHARE









મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ
મોરબીના વાલજીભાઈ ડાભી, લાલજીભાઈ ડાભી તથા હરેશભાઈ ડાભીના માતૃશ્રી સ્વ.માણેકબેન પ્રેમજીભાઈ ડાભીની શ્રધ્ધાંજલી નિમિતે અહીંના ઉમા હોલ રવાપર રોડ ખાતે ભકિતયોગ શિબિર તેમજ વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. યોગએ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ દ્વારા આપણા જીવનમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા આવે છે. યોગ શિબિર દ્વારા લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યુ હતુ. શિબિરમાં યોગાસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, બંધ, સુક્ષ્મ, વ્યાયામ તેમજ વિવિધ રોગોમાં કુદરતી ઉપચાર અને આર્યુવેદિક ઔષધિઓનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.જીવનમાં સ્વસ્થ રહેવા માટે પ્રાકૃતિક તેમજ કુદરતી ઉપચાર અને જીવન જીવવાની કળાનું જ્ઞાન આપવામાં આવ્યુ હતુ.બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.
