મોરબીના રાણેકપર ગામે જીલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ
SHARE









મોરબીના રાણેકપર ગામે જીલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ
મોરબીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગુજરાત પ્રદેશ ઓ.બી.સી.ના ચેરમેન ઘનસ્યમભાઇ ગઢવીની સૂચના મુજબ મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી.ના પ્રમુખ રાજુભાઈ આહિરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી વિભાગની વિસ્તૃત કારોબારીની મિટિંગ યોજવામાં આવી હતી. હળવદ તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ જીલુભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ બાબરીયાની મેહનતથી મોરબી જિલ્લાની વિસ્તુત કારોબારીની મિટિંગ યોજાય હતી તેમજ હળવદ તાલુકા કૉંગ્રેસના ૫૦ જેટલા નવનિયુક્ત હોદેદારોની નિમણુકો આપવામાં આવી હતી.
આ તકે મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા સંગઠન વધુ મજબૂત કરી આવનારી જિલ્લાની વિધાનસભાની ત્રણય બેઠક ઉપર કૉંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી.કાર્યક્રમમાં ડો.રાણા (હળવદ તાલુકા પ્રમુખ), મોરબી જિલ્લા પ્રભારી ડો.દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા ઓ.બો.સી પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા ઓ.બી.સી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, નારણભાઈ સોનાગરા, એલ.એમ.કંજારીયા, હેમાંગભાઈ રાવલ, મહિપાલસિંહ ઝાલા, મશરૂભાઇ, ખેરભાઇ, કે.ડી.બાવરવા, રાજુભાઇ જિલરીયા, વિનુભાઈ ડાભી, નિલેશભાઈ સુરેલીયા, લખુભા ગઢવી, કે.ડી.પડસુંબિયા, લખમણભાઈ વરાણિયા તેમજ ટંકારા, હળવદ, માળીયા અને મોરબી તાલુકાના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર(જારીયા) એ યાદીમાં જણાવેલ છે.
