મોરબીના રાણેકપર ગામે જીલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ
છે પોસીસની ધાક..? : મોરબીમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકેલી સ્ટોરીનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રનું અપહરણ કરીને આઠ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો..!
SHARE









મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી સ્ટોરી બાબતે સારું નહીં લાગતાં વાવડી ચોકડી પાસે યુવાન અને તેના મિત્ર પાસે આવીને ત્યાં બંનેને માર મારીને તેના વાહનમાં નુકસાન કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ યુવાન અને તેના મિત્રનું અપહરણ કરીને હુસેનભાઈના ડેલે લઈ જવાયા હતા ત્યાં અન્ય ચાર શખ્સો દ્વારા પણ બંને મિત્રોને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હાલમાં અપહરણ, રાયોટીંગ, તોડફોડ અને મારામારી સબબ જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.જોકે અહીં સવાલ એ ઉભો થાય છે કે આરોપીઓના મનમાં કાયદાનો કે પોલીસ વિભાગનો કોઈ ડર ન હોય તે રીતે નજીવી વાતે આ પ્રકારે અપહરણ કરીને ઢોરમાર મારવામાં આવે છે તે બાબત પોલીસ વિભાગ માટે પણ વિચારણીય છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં રહેતા રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે ક્ષત્રિય (ઉંમર ૧૮) ધંધો અભ્યાસએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કોઇ સ્ટોરી મૂકી હતી જે સ્ટોરી બાબતે હુમલો કરનાર આરોપીઓને સારું નહીં લાગતા સાગર નવઘણભાઈ ભરવાડ, રાજેશભાઈ હિતેશભાઈ રબારી, જીગર જીલુભાઈ ગોગરા અને ફૈઝલ સંધિએ વાવડી ચોકડી પાસે ભોગ બનનાર ફરીયાદી યુવાન રૂદ્રરાજસિંહ અને તેના મિત્ર અમિતની પાસે આવીને ફરિયાદી અને સાહેદ અમિતની સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે બંને મિત્રોને માર માર્યો હતો જેમા ફરીયાદીને ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ થયેલ છે. તેમજ ધોકા મારીને ફરીયાદીના બાઈકમાં પણ નુકસાની કરવામાં આવી હતી.ત્યારબાદ ફરિયાદી રૂદ્રરાજસિંહ અને સાહેદ અમિતને મોટર સાયકલમાં જબરજસ્તીથી બેસાડીને બંનેના અપહરણ કરીને હુસેનભાઇના ડેલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં હાજર ડેનિસ કીશોર મિસ્ત્રી, રોહિત જીવસદાસ બાવાજી, ઈરફાન કરીમ પારેડી અને એક અજાણ્યા શખ્શે બંને મિત્રોને ગાળો આપી, લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત આઠ શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, રાયોટીંગ, મારામારી તેમજ તોડફોડ સંદર્ભે વિવિધ કલમો હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાળકી સારવારમાં
મોરબીના વીસીપરા પાસે આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતી શ્રદ્ધા કલ્પેશભાઈ વાઘેલા નામની ૧૧ વર્ષીય બાળકી ઝાડ ઉપર રહી હતી ત્યારે ઝાડ ઉપરથી પસાર થતી વીજ લાઈનમાં ઇલેક્ટ્રિક શોટ લાગતાં તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે મોરબીના નવલખી ફાટક પાસે સિલ્વર પાર્કમાં રહેતા સુશીલાબેન સજજનભાઈ રાઠોડ નામની ૨૨ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં લાવવામાં આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓના ઘર પાસે ઝૂંપડામાં રહેતા વિનોદભાઈ દેવીપુજક તેમના કોઇ સગા સાથે ઝઘડો કરતા હતા ત્યારે પથ્થરનો ઘા કરતાં તે પથ્થર તેઓના લાગ્યો હતો જેથી તેણીને ઇજા થતાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.
