મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાની રજૂઆતોને ધ્યાને લઈને લીલાપર રોડના ખાડા બૂરાયા મોરબીમાં યોજાયેલ નવા દૃષ્ટિકોણ વાળી શિબિરની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કરી ભારોભાર પ્રશંસા મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો ટંકારા નજીક પિતાએ લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખતા ટ્રેક્ટર ચાલકે બાઈક-કિશોરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ


SHARE







































મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની સામેના ભાગમાં રઘુવીર સોસાયટી ખાતે રહેતા જુના જનસંઘી અને આરએસએસના સ્વયંસેવક તેમજ મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. પૂનમચંદભાઈ કોટકના પુત્ર નિકુંજભાઈ કોટકના ઘરે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા આવ્યા હતા અને વર્ષોથી જનસંઘ અને ભાજપ માટે પૂર્ણ સમર્પિત ભાવ સાથે કામ કરતા કોટક પરિવારના સભ્યોની મુલાકાત કરી હતી ઉલેખનીય છે કે, સ્વ. પૂનમચંદભાઈ કોટક મોરબી વિસ્તારમાં ભાજપના પાયાના પથ્થર સમાન આગેવાન હતા અને તેઓએ મોરબી નગરપાલિકામાં પ્રમુખ તરીકે તેમજ રાજકોટ નાગરિક બેંક મોરબી બ્રાન્ચના કન્વીર તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી હતી જેને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે તેઓના દિકરા નિકુંજભાઈ કોટક અગાઉ મોરબી જિલ્લા ભાજપના મંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા ત્યારે તેઓને વાંકાનેર સીટી વિસ્તારના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે સમયે તેમણે ખૂબ સારી કામગીરી કરી હતી. હાલમાં કોટક પરિવારની ત્રીજી પેઢી એટલે કે નિકુંજભાઈનો દીકરો દક્ષ કોટક મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચાના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યો છે આમ ત્રણ પેઢીથી જનસંઘ અને ભાજપ માટે સમર્પિત ભાવ સાથે કામ કરતા કોટક પરિવારની રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ મુલાકાત લઈને તેઓના પરિવારે ભાજપ અને મોરબી નગર માટે કરેલી કામગીરી અને બિરદાવી હતી














Latest News