મારા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ અને મારો નાર્કોટેસ્ટ હું મારા ખર્ચે કરાવવા માટે તૈયાર છું: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાની રજૂઆતોને ધ્યાને લઈને લીલાપર રોડના ખાડા બૂરાયા મોરબીમાં યોજાયેલ નવા દૃષ્ટિકોણ વાળી શિબિરની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કરી ભારોભાર પ્રશંસા મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

મારા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ અને મારો નાર્કોટેસ્ટ હું મારા ખર્ચે કરાવવા માટે તૈયાર છું: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે


SHARE







































હળવદ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામનો વર્ષોથી કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટરનું 30 લાખનો બિલ છેલ્લા ઘણા મહિનાઓથી પાલિકામાંથી ચૂકવવામાં આવ્યું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટરને બાકી બિલ પાલિકાના પ્રમુખના પતિના કહેવાથી ચૂકવવામાં આવતું નથી અને પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારમાં જિલ્લા ભાજપના મહામંત્રી પણ ભાગીદાર છે તેઓ ગંભીર આક્ષેપ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાબતે તેણે જિલ્લા ભાજપના પ્રમુખથી લઈને પ્રદેશ ભાજપ સુધી રજૂઆતો પણ કરી છે. જેથી ચકચાર મચી ગઇ છે. જોકે પાલિકામાં આવું કોઈ બિલ એક પેન્ડિંગ નથી તેઓ પાલિકાના પ્રમુખના પતિ કહે છે અને સત્યને લોકો સમક્ષ લાવવા માટે નાર્કોટેક્સ કરાવવા સુધીની જિલ્લા ભાજપના મહામંત્રીએ તૈયારી દર્શાવી છે

હાલમાં હળવદ સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કેમ કે,હળવદમાં રહેતા અલ્પેશભાઈ ગોસાઈ નામના કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાથી લઈને પ્રદેશ ભાજપ સુધી અને નગરપાલિકાથી લઈને નગરપાલિકાની પ્રાદેશિક કચેરી સુધી લેખિતમાં ગંભીર આક્ષેપ સાથેની રજૂઆતો કરી છે જેમાં તેને જણાવ્યું છે કે નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2012 થી તેઓ ભૂગર્ગ ગટરના મેઈન હોલનું મેન્ટેનન્સ સહિતની કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખે છે અને વર્ષ 2026 ના જૂન મહિના સુધી કામ કરીને તેઓએ કામ બંધ કર્યું છે. અને તેઓએ તમામ કામ પૂર્ણ કર્યું છે તેમ છતાં પણ જુદી જુદી કામગીરીના કુલ મળીને 30 લાખ રૂપિયાનું બિલ બાકી છે જે તેઓને ચૂકવવામાં આવતું નથી અને આ બાબતે અગાઉ નગરપાલિકાના મહિલા પ્રમુખ ફોરમબેન રાવલના પતિ વિશાલભાઈ રાવલ દ્વારા તેઓની પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે તેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે પણ ભાગીદાર હોવાનો આક્ષેપ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો છે જેથી મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

જે રીતે આક્ષેપ થયો છે તે જોતાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હળવદમાં કામ કરનારા કોન્ટ્રાક્ટર દ્વારા તેઓને એક લેખિતમાં અરજી આપવામાં આવી છે જેમાં હળવદ નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ તથા જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેની સામે આક્ષેપ કર્યા છે જેથી હાલમાં તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે અરજી આપવામાં આવી છે તે અંગેની તેમને પ્રદેશ ભાજપમાં પણ જાણ કરી છે હવે પ્રદેશ ભાજપ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે જિલ્લા ભાજપ નિર્ણય કરશે અને જે અરજી કરવામાં આવી છે તેમાં કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવવામાં આવતા નથી અને તે પૈસા આપો તો જ બિલ પાસ થશે તેવું પાલિકાના મહિલા પ્રમુખના પતિ દ્વારા કહેવામાં આવે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તાપનભાઈ દવે ઉપર જે રીતના આક્ષેપો થયા છે તેને લઈને તેઓનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અગાઉ તેઓ હળવદ નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને જયારે પાલિકામાં પદ ઉપર હતા ત્યારે પાંચ વર્ષ દરમિયાન તેઓએ ક્યારેય કોઈ પણ પ્રકારનો પૈસો પાલિકામાંથી લીધો નથી અને હાલમાં તેઓની ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે તે સંપૂર્ણ પાયા વિહોણા છે જો કોન્ટ્રાક્ટર સાચું બોલતા હોય તો તેઓએ સીધા જ એસીબીમાં જવાની જરૂર છે અને હું મારો નાર્કોટેસ્ટ કરવા માટે તેને તૈયાર છું અને તેના માટે જે કોઈ ખર્ચ થાય તે હું ભોગવવા માટે તૈયાર છું આટલું નહીં પરંતુ જે કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા છે તેનો નાર્કોટેસ્ટ માટેનો પણ તમામ ખર્ચ હું ભોગવવા માટે તૈયાર છું તેવી તૈયારી દર્શાવી છે.

હળવદ નગરપાલિકામાં બિલ નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા રોકવામાં આવે છે તેવો આક્ષેપ થયો હોવાના કારણે નગરપાલિકાના મહિલા પ્રમુખ ફોરમબેન રાવલના પતિ વિશાલભાઈ રાવલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા જે અરજીઓ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેનું 30 લાખ રૂપિયાનું બિલ પાલિકામાં પેન્ડિંગ છે તેવું 30 લાખ રૂપિયાનું કોઈ બિલ આજની તારીખે નગરપાલિકામાં પેન્ડિંગ નથી તેવું મારી જાણમાં છે અને સૌથી મોટી વાત એ છે કે, નગરપાલિકામાંથી કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવવા માટેની સત્તા પ્રમુખ પાસે છે જ નહીં જે પેમેન્ટ ચૂકવવામાં આવતા હોય છે તે ચેકની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એકાઉન્ટની સહી કરવામાં આવતી હોય છે અને હાલમાં જે રીતે અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે થઈને પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવ્યા છે તેને ગંભીરતાથી લઈને આગામી સમયમાં આ આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટર સામે કોર્ટમાં માનહાનિનો દાવો કરવા સુધીની તૈયારી કરવામાં આવી છે

ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટેની વાતો કરવામાં આવે છે પરંતુ હાલમાં જે રીતે હળવદ નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ અને જિલ્લા ભાજપના મહામંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે અને આ બાબતની રજૂઆતો જિલ્લા ભાજપથી લઈને પ્રદેશ ભાજપ સુધી કરવામાં આવી છે ત્યારે ભાજપ સંગઠન દ્વારા હળવદમાં કેવા પગલાં લેવામાં આવશે અને કોની સામે પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઈની નજર મંડાયેલી છે














Latest News