અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર મહત્ત્વપૂર્ણ મિસિંગ લિંક અપગ્રેડેશન માટે રૂા.૧૧૮૨.૪૦ કરોડની ફાડવણી બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમાં જૈનોના ચાતુર્માસ પૂર્ણાહુતિ સાથે ગુરૂદેવ સંત સતીજીઓના વિહાર સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજનું બહુમાન મેળવનાર એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો જાહેર નિરાધારથી આત્મનિર્ભર બનવા સુધીની સફર: મોરબીના કરણ અમૃતિયા પાલક માતા-પિતા યોજનાના સથવારે બન્યો એન્જિનિયર મારા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ અને મારો નાર્કોટેસ્ટ હું મારા ખર્ચે કરાવવા માટે તૈયાર છું: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો
Breaking news
Morbi Today

અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર મહત્ત્વપૂર્ણ મિસિંગ લિંક અપગ્રેડેશન માટે રૂા.૧૧૮૨.૪૦ કરોડની ફાડવણી બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE







































અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર મહત્ત્વપૂર્ણ મિસિંગ લિંક અપગ્રેડેશન માટે રૂા.૧૧૮૨.૪૦ કરોડની ફાડવણી બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા

 

અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર અંતર્ગત ગુજરાત રાજ્યના મોરબી જીલ્લાના માળીયા અને પીપળીયા વચ્ચેના નેશનલ હાઈવે-૧૫૧એ ના ૨૪.૫૧ કિમિના મુખ્ય મિસિંગ લિંકના અપગ્રેડેશન માટે ભારત સરકાર દ્વારા રૂા.૧૧૮૨.૪૦ કરોડની મંજુરી આપવામાં આવે છે.આ નિર્ણય બદલ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરેલ છે.દેશના સર્વગ્રાહી વિકાસ અને આર્થિક વિકાસમાં માળખાગત સુવિધાઓનું વિશેષ મહત્વ છે.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠ  હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રોડ અને હાઈવેના નેટવર્કને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે અભૂતપૂર્વ આયોજન કરવામાં આવી રહ્યુ છે.તેના ભાગરૂપે ગુજરાતમાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરનો આ મહત્વપુર્ણ માર્ગ વિકસીત થતા મોરબી-કચ્છ જ નહીં સમગ્ર સોરાષ્ટ્ર ગુજરાતને સારી રોડ કનેકટિવિટી મળશે.આ ઉપરાંત ઉધોગો, વેપાર-ધંધા, પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને વેગ માટે, સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસની નવી તક મળશે. ખાસ કરીને મોરબી સિરામીક ઉદ્યોગ સહિત સમગ્ર વિસ્તારના વેપાર-ઉદ્યોગ માટે આ રોડ ઉપયોગી સાબિત થશે. માલસામાનની હેરફેર વધુ ઝડપી, સરળ અને સુગમ બનશે.આ મહત્ત્વપૂર્ણ રોડ યોજનાને સમર્થન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરી અને માર્ગે પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો સાંસદ વિનોદભાઇ ચાવડાએ આભાર વ્યકત કરીને જણાવ્યું હતુ કે આ પ્રોજેક્ટ ગુજરાતના માળખાગત વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ સિમાચિન્હ સાબિતી થશે અને વિકસત ગુજરાત, વિકસિત ભારતની પરીકલ્પના સાર્થક થશે.














Latest News