અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર મહત્ત્વપૂર્ણ મિસિંગ લિંક અપગ્રેડેશન માટે રૂા.૧૧૮૨.૪૦ કરોડની ફાડવણી બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમાં જૈનોના ચાતુર્માસ પૂર્ણાહુતિ સાથે ગુરૂદેવ સંત સતીજીઓના વિહાર સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજનું બહુમાન મેળવનાર એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો જાહેર નિરાધારથી આત્મનિર્ભર બનવા સુધીની સફર: મોરબીના કરણ અમૃતિયા પાલક માતા-પિતા યોજનાના સથવારે બન્યો એન્જિનિયર મારા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ અને મારો નાર્કોટેસ્ટ હું મારા ખર્ચે કરાવવા માટે તૈયાર છું: મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે મોરબીમાં ભાજપ માટે પાયાના પથ્થર સમાન કોટક પરિવારની મુલાકત લેતા રાજ્યસભાના સાંસદ મોરબીના લીલપર-વિરપર માર્ગને ઓ.આર.પટેલ માર્ગ નામ આપીને પ્રતિમા મુકવાના નિર્ણયને અજંતા તેમજ ભાલોડીયા પરિવારે વધાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જૈનોના ચાતુર્માસ પૂર્ણાહુતિ સાથે ગુરૂદેવ સંત સતીજીઓના વિહાર


SHARE







































મોરબીમાં જૈનોના ચાતુર્માસ પૂર્ણાહુતિ સાથે ગુરૂદેવ સંત સતીજીઓના વિહાર

 

શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘ તથા એમ.પી.શેઠ પ્લોટ પૌષધ શાળાના આંગણે સંયુક્ત ચાતુર્માસ કરવા પધારેલ લીમડી અજરામર સંપ્રદાયના પૂ.ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ.પૂ.ગુરૂદેવ શ્રી નિરંજન મુનીજી તથા પુ.ગુરૂદેવ શ્રી ચેતન મુનિજી (બંધુ બેલડી) તેમજ પૂ.શ્રી કોમલકુમારી મહાસતીજી અને પુ.શ્રી એકતાકુમારીજી મહાસતીજીનું અમૂલ્ય ચાતુર્માસ પ્રાપ્ત થયું હતું.પુ.ગુરૂદેવ ૩૭ વર્ષે મોરબી ચાતુર્માસ કરવા પધારેલ હોઈ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાયેલી હોય તેને અનુલક્ષીને ગત રવિવારે તા.૨૨ ના "સંયમ સ્પર્શ" કાર્યક્રમ રાખવામાં આવેલ, ઍટલે કે મુનિ જીવનના એક નાનકડો અનુભવ, વિગેરે કાર્યક્રમમાં ખુબ જ માટી સંખ્યામાં બંને સંઘના ટ્રસ્ટીઓ તથા યુવક મંડળના સભ્યો તથા પુત્રવધૂ મંડળ, મહિલા મંડળના બહેનો સહિત શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા.

વળામણું એટલે કે ચાતુર્માસ પરિવર્તન.પ્લોટ તથા સોની બજાર બંને શ્રીસંઘનું સંયુક્ત વળામણું તા. ૨૫ ને બુધવારના રોજ  રાખવામાં આવેલ.ગુરૂદેવના ચાર માસના સ્થિરવાસ દરમિયાન પ્લોટ તથા સોની બજાર બંને સંઘોમાં અનેકવિધ ભવ્ય કાર્યક્રમ તથા તપશ્ચર્યાઓ કરવામાં આવેલ.જેવી કે જૈનશાળાના બાળકોની જ્ઞાન શિબિર, મહિલા મંડળ તથા પુત્રવધૂ મંડળની બહેનો માટે સ્પર્ધાત્મક ધાર્મિક પરિક્ષા, નાટકો, નૃત્ય નાટિકા, સ્કૂલના દિવસોની યાદો સાથેની સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ થઈ મોટી ઉંમરની બહેનો દ્વારા સુંદર સંગીતમય કાર્યક્રમ સાથે ગુરુદેવના જન્મદિવસની ખાસ ઉજવણી કરવામાં આવેલ તેમજ ગોકુલ આઠમમાં મટકી ફોડની તેમજ નવરાત્રીમાં ધાર્મિક પ્રતિક્રાત્મક ઉજવણી કરવામાં આવેલ.બેસતા વર્ષનું ખુબજ પ્રભાવશાળી મહામંગલિક ગુરુદેવના મુખેથી સંભળાવવામાં આવેલ હતુ.આમ ચાતુર્માસમાં ચાર મહિના સતત ભક્તિમય માહોલમાં સમસ્ત જૈન સમાજના દરેક ભાઇઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આજે ગુરૂદેવ તથા મહાસતિજીઓના વિદાય સમયે લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા.અને વિદાઈને અનુરૂપ વકતવ્ય સંઘ દ્વારા કરવામાં આવેલ.અને હાજર બધા માટે નવકારશી રાખવામાં આવેલ તેમ સંયુકત યાદીમાં જણાવેલ છે.














Latest News