મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા


SHARE









મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ મચ્છુ બારી નજીક વઢવાણિયા શેરીમાં રહેતી કૌટુંબિક ભત્રીજીના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સમાધાન કરવા માટે થઈને રાત્રિના સમયે તેઓના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ બોલાચાલી ઝઘડો કરીને યુવાન સહિત કુલ બે વ્યક્તિઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઈજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે તેઓના કૌટુંબિક જમાઈ અને તેના પિતા, ભાઈ તથા મામાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ મચ્છુબારી નજીક વઢવાણીયા શેરીમાં રહેતા મીતભાઈ માનસિંગભાઈ ગોહેલ (23)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના કૌટુંબિક જમાઈ મીત પ્રવીણભાઈ સોલંકી અને તેના પિતા પ્રવીણભાઈ પરસોતમભાઈ સોલંકી તથા ભાઈ જય ઉર્ફે સની પ્રવીણભાઈ સોલંકી રહે. ત્રણેય ધર્મમંગલ સોસાયટી મહેન્દ્રનગર મોરબી તથા અજયભાઈ લાલજીભાઈ ડોડીયા રહે. ગાંધીગ્રામ રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તમે જણાવ્યૂ છે કે તેઓની કૌટુંબિક ભત્રીજી ડિયા ડીલેવરી માટે તેના માતા-પિતાના ઘરે આવી હતી અને ડિયાને દીકરાનો જન્મ થયા બાદ તેના નામકરણ બાબતે સાસરિયાઓ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ડિયાને તેડવા સાસરિયાં વાળા આવેલ ન હતા જોકે, તા 10 ના રોજ રાતે દોઢેક વાગ્યાના અરસામાં ડિયાના પતિ, સસરામ જેઠ અને મામાજી સમાધાનની વાત કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં બોલાચાલી-ઝઘડો કર્યો હતો અને ત્યારે ડિયાના મામાજીએ ફરિયાદીને લાકડાના ધોકા વડે માથામાં માર માર્યો હતો જ્યારે ડિયાના જેઠે સાહેદ પીન્કેશભાઈને લાકડી વડે માર મારીને માથામાં ઇજા કરી હતી અને મીત તથા પ્રવીણભાઈએ ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતું અને વધુ માર મારવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સ્પાના સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદીન પ્લોટ શેરી નં 2 માં આવેલ ધ ઓડિયો સ્પાના સંચાલક દ્વારા સ્પામાં કામ કરતી બે મહિલા વર્કરના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં આપવામાં હતા અને તેની નોંધ કરવામાં આવી ન હતી તેમજ સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ પણ નિયમ મુજબ રાખવામાં આવતું ન હતું જેથી સ્પાના સંચાલક પબનજોય વાસુદેવ તીપરા (28) રહે. હાલ કાલિકા પ્લોટ રાજકોટ નાગરિક બેંક વાળી શેરી મોરબી મૂળ રહે. ત્રિપુરા વાળાને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News