વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ
મોરબી નજીક સિરામિક કારખાનામાંથી રોકડા 5.80 લાખની ચોરી
SHARE
મોરબી નજીક સિરામિક કારખાનામાંથી રોકડા 5.80 લાખની ચોરી
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં એકાઉન્ટની ઓફિસને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને ત્યાં બારીનો કાચ તોડી નાખીને ઓફિસની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફર્નિચર વાળા કબાટમાં ડ્રોઅરના લોક તોડીને તેમાંથી રોકડા 5.80 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ સિરામિક ઉદ્યોગકાર દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક રિદ્ધિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 204 ખાતે રહેતા નરભેરામભાઇ ઉર્ફે રામભાઈ પરસોતમભાઈ નારણીયા (52)એ અજાણ્યા યુવાન સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના ભડીયાદ રોડ ઉપર રેલવે ફાટક પાસે આવેલ મિલેનિયમ સીરામીક કારખાનામાં ગત તા. 15/10 ના રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને એકાઉન્ટની ઓફિસના બારીના કાચને તોડી નાખીને નુકસાન કર્યું હતું અને ત્યાંથી એકાઉન્ટની ઓફિસમાં પ્રવેશ કર્યા બાદ ટેબલની પાછળના ભાગમાં આવેલ ફર્નિચર વાળા કબાટને ડ્રોઅરનો લોક તોડીને ત્યાંથી 5.80 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ઉદ્યોગકાર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે