મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન મોરબીના હરીપર (કે) ગામે મિત્રના ઘરનું ભાડુંઆત પાસેથી ભાડું માંગનારા યુવાન સહિત બે વ્યક્તિને પાઇપ-ધોકાથી માર માર્યો હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધે માનસિક તકલીફથી કંટાળીને ટ્રેન આડે પડતું મૂકીને કર્યો આપઘાત મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના બંગાવડી ગામે વૃદ્ધ વેપારીએ ઉધારમાં રાશનનો માલ દેવાની ના પડતાં 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક સિરામિક કારખાનામાંથી રોકડા 5.80 લાખની ચોરી વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં યુવાન રાત્રિના સમયે માટી ખાતામાં કામ કરતો હતો ત્યારે કન્વેયર બેલ્ટમાં તેનો જમણો હાથ આવી ગયો હતો જેથી તે યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ રામપ્રસાદ નટ (38) નામનો યુવાન ગત તા. 17/10 ના રોજ રાત્રિના એક વાગ્યાના અરસામાં કારખાનામાં આવેલ માટી ખાતામાં કામ કરતો હતો ત્યારે કન્વેયર બેલ્ટમાં તેનો જમણો હાથ આવી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મૃતક યુવાનના પત્ની શકીલાબાઈ વિનોદભાઈ નટ રહે. હાલ મારબીજી સિરામિક કારખાના લેબર ક્વાર્ટરમાં રંગપર મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News