મોરબીમાં યુવા આર્મી ગ્રુપ, વિહિપ-બજરંગ દળ સહિતનાઓ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ઉજવાઇ
માળીયા (મી)ના વિરવિદરકા ગામે યુવાનની તીક્ષ્ણ હથિયાર-પથ્થર મારીને હત્યા
SHARE









માળીયા (મી)ના વિરવિદરકા ગામે યુવાનની તીક્ષ્ણ હથિયાર-પથ્થર મારીને હત્યા
માળીયા(મી)ના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે ઘટના સ્થળે પહોચીને લાશને પીએમ માટે ખસેડીને હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વિરવિદરકા ગામે અંગારના વાડા તરીકે ઓળખાતી જગ્યામાં યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હોવાની ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭) હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહે, વિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, મૃતક યુવાન રોહિતભાઈને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી છે
