મોરબીમાં એચઆઇવીગ્રસ્ત બહેનો સહીતનાઓને મકરસંક્રાંતિ નિમિત્તે કીટ વિતરણ કરાયુ
મોરબીમાં યુવા આર્મી ગ્રુપ, વિહિપ-બજરંગ દળ સહિતનાઓ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ઉજવાઇ
SHARE









મોરબીમાં યુવા આર્મી ગ્રુપ, વિહિપ-બજરંગ દળ સહિતનાઓ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ઉજવાઇ
મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર પહેરાવીને યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તા. ૧૨ જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિતે જુદાજુદા કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે યુવા દેશનું ભવિષ્ય હોય છે જે માટે થયને મોરબી યુવા આર્મી ગ્રુપના યુવાનો દ્વારા મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સ્વચ્છ કરીને ફુલહાર ચડાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બાળકો સાથે ઉજવણી
સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિતે મોરબીની નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી અને રવાપર રોડના ગાયત્રીનગરમાં રહેતી ચેલ્સીબેન રાજપરાએ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી હતી. આ તકે ચેલ્સીબેન રાજપરાએ વર્ષો પહેલા સ્વામીજીએ નચિકેતાનાં પ્રશ્ન મૃત્યુ બાદ આત્માનું શું થાય છે. ? ના સવાલ-જવાબના દ્રષ્ટાંતો સાથે રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, મારા ગુરુ, વર્તમાન ભારત જેવા ગ્રંથોના રચના કરી છે તેની માહિતી આપી હતી અને ત્યારે શિવ રાજપરા, હેત રાણસરીયા, આયુષ જાકાસણીયા, અક્ષર ગામોટ, ક્રિષ્નવી માકાસણા, સ્વેની રંગપરીયા, દર્શિતા બરાસરાને ચેલ્સીબેન રાજપરાએ વિચારો કેટલા મહાન છે તેની માહિતી આપી હતી
વિહિપ-બજરંગ દળ દ્વારા ઉજવણી
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યુવા પેઢીના પ્રેરણા સ્તોત્ર સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો દિવસ એટલે કે, ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે અને તેમના અમૂલ્ય વિચારો યુવાનોને ઉજળું ભવિષ્ય બનાવવા માટે પ્રેરિત કરતા રહે છે તે માટે મોરબીના દરબારગઢ ચોકમાં મૂકવામાં આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કમલેશ બોરીચા, બજરંગદળની ટીમના કાર્યકર્તા દ્વારા ફુલહાર કરીને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવી હતી
રોડનું નામકરણ કરાયું
મોરબી નગરપાલિકા દ્રારા રામચોકથી વાઘપરા સુધી રોડનું નામ કરણકરવા માટે પાલિકામાં અગાઉના જનરલ બોર્ડમા ઠરાવ કરવામાં આવેલ હતો અને સ્વામી વિવેકાનંદજી રોડનું નામકરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને આ વિસ્તાર લોકોએ ગઇકાલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે તે રોડ ઉપર બોડૅ મૂકીને રોડનું નામકરણ કરીને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવી હતી
