માળીયા (મી)ના વિરવિદરકા ગામે યુવાનની તીક્ષ્ણ હથિયાર-પથ્થર મારીને હત્યા
સાંસદ વિનોદ ચાવડાએ ૩૦૦ બેડની આધુનીક હોસ્પિટલ ગાંધીધામમાં બનાવવા રજુઆત કરી
SHARE









સાંસદ વિનોદ ચાવડાએ ૩૦૦ બેડની આધુનીક હોસ્પિટલ ગાંધીધામમાં બનાવવા રજુઆત કરી
૩૦૦ બેડની અત્યાધુનિક પીજીઆઇ સમકક્ષ હોસ્પિટલ ગાંધીધામમાં બને માટે મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રિય હેલ્થ મિનિસ્ટર પાસે રજુઆત કરેલ છે.
ઔધોગિક હબ ગાંધીધામ મધ્યે પીજીઆઇ સમકક્ષ ૩૦૦ બેડની હોસ્પિટલ બનાવવા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભારત સરકારના હેલ્થ અને ફેમિલી વેલ્ફર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી માંગણી કરેલ છે.પોષ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ (PGIMER) સમકક્ષ હોસ્પિટલ ગાંધીધામમાં બને તેવો પત્ર કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા તથા ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીને પણ પાઠવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ગાંધીધામ મધ્યે સુવિધા સભર, સુપર સ્પેશિયાલીટીઝ અને શૈક્ષણિક તબીબી સંસોધન વાળી ૩૦૦ બેડની હોસ્પિટલ બને અને બીમાર પીડિતોને માનવીય સંવેદના સભર સેવા સ્થાનિકે મળી રહે અને દર્દીઓને અમદાવાદ, રાજકોટ કે મુંબઇ સુધી ધક્કા ન ખાવા પડે અને ગંભીર રોગોનું નિદાન અને સારવાર મળી રહે તેવી રજુઆત કરવામાં આવેલ છે.
