Morbi Today
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીનો હંગર પ્રોજેક્ટ યોજાયો
SHARE









મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીનો હંગર પ્રોજેક્ટ યોજાયો
મોરબીમાં ગઈકાલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા હંગર પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો જે નિમિત્તે રાષ્ટ્રિય યુવાદિવસની ઉજવણી અર્થે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા આશરે સોથી વધુ બાળકોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કેનાલ રોડ અને શનાળા રોડ ઉપર કરવામાં આવ્યું હતુ અને બાળકોને તહેવારનો આનંદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન હિતેષભાઈ ભાવસાર તથા પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરિયા, સભ્ય મહાદવભાઈ ચીખલીયા અને પ્રમુખ ત્રિભોવનભાઈ ફૂલતરિયા પ્રોજક્ટમાં હાજર રહેલ તેમ સંસ્થાના પ્રમુખે યાદીમાં જણાવેલ છે.
