મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમ અને અપુભાઇ ભરવાડ તરફથી બાળકોને પતંગ ફિરકી અને ફુગા વિતરણ


SHARE













ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમ અને અપુભાઇ ભરવાડ તરફથી બાળકોને પતંગ ફિરકી અને ફુગા વિતરણ,મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પરોપકારી કાર્ય


મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ સ્લમ વિસ્તારના બાળકોને પતંગ અને દોરી તેમજ ગેસના ફુગ્ગા ( છોટાભીમ ના બલુન) આપવામાં આવ્યા.મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા વિનોબા ગ્રાઉન્ડમાં અને બીજા અલગ અલગ છુટા છવાયા વિસ્તારના બાળકોને  વિતરણ કરવામાં આવ્યું. પતંગ અને ફિરકી મેળવીને બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટ જોઈ શકાતા હતા.નાના-નાના ભૂલકાઓના ચહેરા પરનું હાસ્ય જોઈને ગ્રુપના સભ્યોનું મકરસંક્રાંતિનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ ગઈ.મકરસંક્રાંતિએ પુણ્ય કમાવાનો મહિમા છે.મકરસક્રાંતિ લોકો બાળકોની ખાવાનું આપીને તહેવાર ઉજવે છે ત્યારે ગ્રુપના સભ્યોને એક વિચાર આવ્યો કે આપણે બાળકોને પતંગ ફીરકી અને ગેસના ફુગા આપીને અનોખી રીતે તહેવારની ઉજવણી કરીએ.લોકો પોતાના બાળકો માટે તો ખરીદી કરે જ છે પરંતુ બીજા માટે ખરીદી કરીને  પરોપકારની ભાવના સાથે આ કાર્ય કરવામાં આવ્યું. પ્રોજેક્ટના દાતા અપ્પુભાઈ ભરવાડ અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદની ટીમ રહ્યા હતા. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજુભાઈ સભ્ય મયુરભાઈ પરમાર, સંજયભાઈ માલી, સચીનભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.




Latest News