ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમ અને અપુભાઇ ભરવાડ તરફથી બાળકોને પતંગ ફિરકી અને ફુગા વિતરણ
મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?
SHARE









મકરસંક્રાંતિએ પતંગ ઉડાવવાની પરંપરા કયારથી શરૂ થઈ ?
મકરસંક્રાંતિએ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. અને મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ છે પરંપરાઓ મુજબ, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ સાથે તમામ શુભ કાર્યો શરૂ થાય છે. જેમાં લગ્નથી માંડીને પૂજા સુધીની તમામ મંગળ કાર્યો મકરસંક્રાંતિથી શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને ધર્માદા જેવા કાર્યો વિશેષ માનવામાં આવે છે.
મકરસંક્રાંતિ પર દેશના ઘણા શહેરોમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. જેથી મકરસંક્રાંતિને પતંગ ઉત્સવ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નિમિત્તે બજારોને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યા છે. અને લોકો રંગબેરંગી પતંગ ઉડાવે છે. ત્યારે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું ધાર્મિક મહત્વ પણ છે એવું માનવામાં આવે છે કે, મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રીરામના સમયમાં શરૂ થઈ હતી. અને તમિલના રામાયણ અનુસાર મકરસંક્રાંતિના દિવસે શ્રીરામે પતંગ ઉડાવ્યો અને તે પતંગ ઇન્દ્રલોકમાં ગયો હતો અને ભગવાન રામ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ ચાલુ છે.
