મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કરાટે માસ્ટર અને યોગાચાર્ય વાલજી ડાભી દ્વારા પ્રકાશિત યોગમય જીવનશૈલી પુસ્તક વિમોચન


SHARE







મોરબીના કરાટે માસ્ટર અને યોગાચાર્ય વાલજી ડાભી દ્વારા પ્રકાશિત યોગમય જીવનશૈલી પુસ્તક વિમોચન

મોરબીમાં જાણીતા કરાટે માસ્ટર અને યોગાચાર્ય વાલજી પ્રેમજીભાઈ ડાભી દ્વારા પ્રકાશિત યોગમય જીવનશૈલી પુસ્તક વિમોચન કાર્યક્રમ તારીખ ૧૨-૦૧-૨૦૨૨ને બુધવાર (રાષ્ટ્રીય યુવા દિન) ના રોજ શ્રી સરસ્વતિ શિશુ મંદિર, શનાળા ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાણદેવજી (યોગ ગુરુ), પ્રકાશભાઈ ટીપરે (ગુ.રા.યો. બોર્ડના સભ્ય), સુનિલભાઈ પરમાર (શ્રી શિશુમંદિર નિયામક), મનોજભાઈ ઓગણજા (પ્રમુખ સ્વ.શાળા સં. મં. મોરબી), હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી), ડૉ.ભાવેશભાઈ જેતપરિયા(લેખક, સંશોધક, સર્જક), પ્રેમજીભાઈ ડાભી, વિશાલભાઈ સોજીત્રા (યોગકક્ષા ફાઉન્ડેશન રાજકોટ), અનિલભાઈ ત્રિવેદી(સિ.યોગ કોચ), ચિંતનભાઈ ત્રિવેદી (નેચરોથેરાપિસ્ટ), નિલેશભાઈ કુંડારિયા (નિર્મલ સાયન્સ સ્કૂલ), રમણીકભાઇ બરસરા, અશોકભાઈ રંગપરિયા તથા યોગ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગકક્ષા ફાઉન્ડેશન તરફથી વાલજીભાઈ ડાભીનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

પુસ્તકની વિશેષતા

યોગમય જીવનશૈલી પુસ્તકમાં યોગ, આસન, પ્રાણાયામ, મુદ્રા, બંધ તેમજ રોગ અનુસાર વિવિધ આસન, પ્રાણાયામ અને મુદ્રા નો સમાવેશ કર્યો છે. આજના સમયમાં ઘરે બેસીને પણ આસાનીથી યોગાભ્યાસ કરી શકે તે માટે કલરિંગ ચિત્રો સાથે પદ્ધતિ, સાવધાની તેમજ વિશેષ ફાયદાઓ દર્શાવેલ છે. આ પુસ્તક બાળકો, યુવાનો, વડીલો તેમજ સ્પર્ધાત્મક માટે ઉપયોગી થાય તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે.






Latest News