મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે


SHARE







મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે

મોરબી પાલિકાનો ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકાની તમામ શાખાના કર્મચારીઓને આગમી સોમવારથી વેરા વસુલાતની કામગીરીમાં જોતરવામાં આવશે અને ૨૫ હજાર કરતાં વધુ જે મિલકતનો વેરો બાકી હશે તેને નોટિસ આપવા માટેની કામગીરી આ ખાસ ટીમ દ્વારા કરવામાં આવશે જેમાં મૂકવામાં આવેલા કર્મચારીઓ સવારે તેની કામગીરી કરશે અને બપોર પછી વેરા વસૂલાતની કામગીરી કરશે

દરેક નાણાકીય વર્ષનો લક્ષ્યાંક માર્ચ માસમાં પૂરો કરવાનો હોય છે અને હવે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યાં સુધી પાલિકામાં ૨૫ ટકા જેટલી જ વસૂલાત થયેલ છે જેથી કરીને બાકી રહેલી ૭૫ ટકા વસૂલાતને રિકવર કરવા માટે પાલિકા દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે અને આગામી સોમવારથી મોરબી પાલિકાના કર્મચારીઓની ખાસ ટીમો મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં જે આસામીનો ૨૫ હજાર કરતાં વધુ વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલવા માટેની કામગીરી કરશે અને વધુમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યુ છે કેમહાવેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને પાલિકાના હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને બાકી વેરા તાત્કાલિક ભરી વિકાસ કાર્યોમાં સહકાર આપે તે જરૂરી છે જે આસામીઓએ તેમના બાકી વેરા લાંબા સમયથી ભરેલા નથી તેના નામ સરનામા સાથે નગરપાલિકામાં નામ જોગ જાહેર સ્થળોએ નામો પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત બાકીદારોના નામોની યાદી અખબારમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે મિલકત ધારકો દ્વારા માંગણા નોટિસ આપવા છતાં વેરો ચૂકવવા દરકાર નથી લેવાતી તેના ભૂગર્ભ ગટર અને પાણી જોડાણ કાપી નાખવા સુધીના પગલાં પાલિકા દ્વારા લેવાં આવશે






Latest News