હળવદની બજાર માં ઠેર ઠેર કચરાના ઢગ થી વેપારીઓમાં રોષ
16-01-2022 12:19 PM
SHARE
JOIN OUR GROUP
હળવદની બજાર માં ઠેર ઠેર કચરાના ઢગ થી વેપારીઓમાં રોષ
શનિવારે નગરપાલિકાના સફાઈ કામદારો ટ્રેક્ટર લઈને નહીં આવતા શહેર કચરાના ઢગ થી ગંદકીનું સામ્રાજ્ય
શહેરમાં લોકોને ગંદકી ન ફેલાય તે માટે નગરપાલિકા દ્વારા દરરોજ ટ્રેક્ટર દ્વારા સફાઇ કામદારની સાથે સવારે અને બપોરે બે ટાઈમ શહેરના મુખ્ય બજારોમાં. ટેકટર દ્વારા કચરો નિકાલ કરવામાં આવે છે પરંતુ શનિવારે નગરપાલિકાનું ટ્રેક્ટર કે સફાઇ કામદારોના નહીં આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને ઠેર ઠેર કચરાના ઢગ હોવાથી ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું હતું ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે કચરાનો ઢગ નિકાલ કરે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે.
હાલ કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે મોટા ભાગના ઘરમાં લોકો બીમારીમાં સપડાઇ રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજાર ધાંગધ્રા દરવાજેથી રોડ તેમજ બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દર રોજ સાંજ સવાર નગરપાલિકાના ટ્રેકટર દ્વારા કચરો ઉપાડવામાં આવે છે પરંતુ શનિવારે નગરપાલિકાના ટ્રેક્ટર કે સફાઇ કામદારો નહીં આવતા ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા છે શહેરની એચડીએફસી બેન્ક સામે સરકારી હોસ્પિટલ ની સામે તેમજ નાગરિક બેંક સામે સહિતના વિસ્તારોમાં બજારોમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા છે જેના કારણે વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે કચરાનો ઢગલો ઉપાડે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે.