સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હળવદમાં રહેતા વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી શોર્ટ ટાઈમમાં વધુ નફો કમાવવાની લાલચ આપી 24.91 લાખની ઠગાઈ માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેડફેટે આવી જતા યુવાનનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત મોરબીમાં રહેતા યુવાને ઓનલાઈન રિલ જોઈને મંગાવેલા ડ્રેસની ડીલેવરી ન આપીને 4,00,543 રૂપિયાની છેતરપિંડી
Breaking news
Morbi Today

હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી


SHARE







































હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી

હળવદમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ યુપીઆઇડી તથા બેન્ક એકાઉન્ટ મારફતે ફરિયાદી પાસેથી 4,49,549 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને તે રકમ આજ દિવસ સુધી પરત આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેલિગ્રામ એપ્લિકેશનના અલગ અલગ આઈડી વાળા ઈસમો, બેન્ક એકાઉન્ટના ધારક અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ દિનેશભાઈ પટેલ (33)એ ટેલિગ્રામ એપ્લિકેશનમાં અલગ અલગ આઈડી વાળા ઈસમો, યુપીઆઈ બેંકના ખાતા ધારકો અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ કાવતરું રચીને ટેલિગ્રામ આઇડી બનાવી ફરિયાદીને ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવવાની લાલચ આપી હતી અને અલગ અલગ યુપીઆઇડી તથા બેન્ક એકાઉન્ટમાં ફરિયાદી પાસેથી 4,49,549 ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને ફરિયાદીને કોઈ રકમ પરત આપવામાં આવેલ નથી જેથી આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News