મોરબીમાં બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ કર્યો આપઘાત: સીરામીકના કવાર્ટરમાં રહેતી મહિલાનું ઝાડા-ઊલટીઓ બાદ મોત
SHARE
મોરબીમાં બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ કર્યો આપઘાત: સીરામીકના કવાર્ટરમાં રહેતી મહિલાનું ઝાડા-ઊલટીઓ બાદ મોત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતી મહિલાએ ડાયાબિટીસની વર્ષો જૂની બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જ્યારે વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના કવાર્ટરમાં રહેતી મહિલાને છેલ્લા પાંચેક દિવસથી ઝાડા, તાવ અને ઉલટીની બીમારી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં મહિલાનું મોત નિપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજીના પંપની પાછળના ભાગે ગણેશનગરમાં રહેતા કૈલાસબેન રમણીકભાઈ પરમાર (55) નામના મહિલાએ પોતાના ઘરે રૂમની અંદર પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવની મૃતક મહિલાના દીકરા રવિભાઈ રમણીકભાઈ પરમાર (33)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વખતે પ્રમાણે મૃતક મહિલાને છેલ્લા દસેક વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી અને બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવી વિગત સામે આવી હતી જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે બીજા બનાવમાં મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સરતનપર રોડ ઉપર આવેલ તે સેરાવત સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા ગીતાબેન ઉદયભાઇ દેવગમ (22) નામના મહિલા છેલ્લા પાંચેક દિવસથી ઝાડા, ઉલટી અને તાવની બીમારી હતી અને બીમારી સબબ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે