ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કવાર્ટરમાં હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ કંપની નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કરણભાઇ સુખદેવભાઇ ઇવને (૧૮) કંપનીના કવાર્ટરમાં હતો તે દરમિયાન તેને ગત તા. ૪/૧/૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો જેથી તેને રાજકોટના આશીર્વાદ ક્લિનિકમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી આધેડનું મોત

રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થનગરમાં કેવલ દ્રષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૧ માં રહેતા પારસભાઈ ભીખાભાઈ કાલાવાડિયા (ઉંમર ૫૦) રાજકોટથી મોરબી થઈને હળવદ બાજુ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા પાસે રસ્તામાં તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી પારસભાઈ કાલાવાડિયાને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જોકે ત્યાના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ આધેડનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News