સાવધાન : મોરબીના હળવદમાં વ્યાજે પૈસા આપવાની વાતમાં સાટાખત કરાવી દીધા બાદ છેતરપિંડી આચરનાર વધુ એક પકડાયો
SHARE
સાવધાન : મોરબીના હળવદમાં વ્યાજે પૈસા આપવાની વાતમાં સાટાખત કરાવી દીધા બાદ છેતરપિંડી આચરનાર વધુ એક પકડાયો
મોરબી પંથકમાં જમીનોના ભાવ ખૂબ વધી ગયા હોવાના લીધે મોરબી શહેર અને જિલ્લા પંથકમાં યેનકેન રીતે જમીનને લઈને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે.આવી જ છેતરપિંડી વર્ષ ૨૦૧૭ માં એટલે કે આજથી પાંચ વર્ષ પહેલા મોરબીના હળવદ તાલુકા વિસ્તારમાં આચરવામાં આવી હતી. જેમાં હળવદના મેરૂપર ગામની સીમમાં આવેલી જમીનનો વ્યાજે પૈસા લેવા માટે ખાતેદાર દ્રારા સાટાખત કરાવી આપવામાં આવ્યું હતું અને સાટાખત કરાવી લીધા બાદ જમીનના ખાતેદાર (માલીક) ને પૈસા પણ ન આપ્યા કે સાટાખત પણ પરત ન કરીને છ ઇસમોએ ખાતેદારને સાથે છેતરપિંડી કરી હતી જેમાં ગુનો નોંધાયો હોય અગાઉ પાંચની ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લો એક ઈસમ છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો જેને એલસીબીના સ્ટાફે શોધી કાઢી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
છેતરપીંડી (વિશ્વાસઘાત) ના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડેલ છે.જેની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મેરૂપર ગામની જમીન ઉપર સાટાખત કરીને વ્યાજે પૈસા મેળવવા માટે ભોગ બનેલ રમણીકભાઈ અમરશીભાઈ પટેલ રહે.હળવદએ જમીનનો સાટાખત કરી આપ્યો હતો અને સાટાખાત કરી આપ્યા બાદ તેઓને વ્યાજે પૈસા નહોતા આપવામાં આવ્યા તેમજ તેઓએ કરી આપેસ સાટાખત પણ પરત આપ્યુ ન હતુ.તેમ તરીને રમણીકભાઇ પટેલની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.જેથી કરીને ભોગ બનેલા રમણીકભાઈ અમરશીભાઈ પટેલે વર્ષ ૨૦૧૭ માં છ ઈસમો સામે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.જે ગુનામાં પોલીસ દ્વારા અગાઉ પાંચ ઇસમોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને એક ઈસમ છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો જે દરમ્યાનમાં મોરબી એલસીબીના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે ઉપરોકત છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી જીતેન્દ્ર પરસોત્તમભાઇ ખેતરીયા (ઉ.વ.૪૦) રહે.રાજકોટ ૧૫૦ ફૂટ રીંગરોડ વિશ્વકર્મા સોસાયટી શેરી નંબર ૬ વાળાને રાજકોટ ખાતેથી પકડી પાડયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ, છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ટીમને સફળતા મળેલ છે.આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલાભાઇ ખાંભરા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રણવિરસિંહ જાડેજા અને હરેશભાઇ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી.









