મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !


SHARE







મોરબીના નવલખી રોડે નીલકંઠ સોસાયટીમાં ભાર શિયાળે પાણીની મોકાણ !

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે જેને ઉકેલવામાં આવી રહી નથી જેથી કરીને રોષે ભરાયેલા સ્થાનિક લોકો ગઇકાલે પાલિકા કચેરીએ આવ્યા હતા અને પાણી માટે લોકો રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે પાલિકામાં અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી લોકોમાં ભારે રોશની લાગણી જોવા મળી હતી

મોરબીના ઘણા વિસ્તારોમાં પાણીનો બગાડ થાય છે અને ઘણી જગ્યાએ લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા હોય છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર નીલકંઠ સોસાયટીમાં પાણી નિયમિત રીતે આવતું નથી અને છેલ્લા ઘણા સમયથી લોકો પાણી માટે હેરાન છે અને ત્રણ વર્ષથી આ સોસાયટી બનાવવામાં આવી છે તો પણ લોકો પાણી આપવામાં આવતું નથી જેથી ૧૫૦ મકાનોમાં રહેતા ૧૦૦૦ થી વધુ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને શિયાળામાં પાણી માટે લોકોને હેરાન થવું પડે છે માટે લોકો પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે પાલિકાના અધિકારી કે પદાધિકારીએ હાજર ન હોવાથી નીલકંઠ સોસાયટીના લોકો રોષે ભરાયા હતા 






Latest News