મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

આરોગ્ય તંત્રની કામગીરીથી લોકો ચોંકી ગયા: મોરબીમાં બીજો ડોઝ લેવામાં બાકી હોવા છતાં વેક્સિનેશન સર્ટીફિકેટ ઈશ્યુ !


SHARE











આરોગ્ય તંત્રની કામગીરીથી લોકો ચોંકી ગયા: મોરબીમાં બીજો ડોઝ લેવામાં બાકી હોવા છતાં વેક્સિનેશન સર્ટીફિકેટ ઈશ્યુ !

હાલમાં મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે ઘણા લોકોને કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો પણ તેના નામના સર્ટી ઇસ્યુ થવા લાગ્યા છે જેથી કરીને મોરબીના આરોગ્ય વિભાગની કામગીરી જોઈને હાલમાં લોકો ચોંકી ગયા છે અને સરકારી આંકડ બતાવવા માટે આરોગ્ય વિભાગની ટિમ દ્વારા જે રીતે ખોટા સરિત આપવામાં આવી રહયા છે તે જોતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે

મોરબીમાં દરરોજ લોકોને કોરોના વેક્સિન મૂકવા માટે જુદીજુદી જગ્યાઓ નક્કી કરીને વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જો કે, મોરબીના ઉદ્યોગપતિ અને કોરોનાની બીજી લહેરમાં લોકોને વિના મૂલ્યે ઑક્સીજનની બોટલો પુરી પડનારા ટી.ડી.પટેલને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો પણ તેના મોબાઇલમાં બીજો ડોઝ આપી દીધો હોવાનું સર્ટિફિકેટ આવી ગયું છે અને હવે તે કોરોના વેક્સિન લેવા માટે જાય તો તેને સરકારી ચોપડે વેક્સિન આપી દેવામાં આવી છે જેથી કરીને તે વેક્સિન મળશે કે કેમ તે પ્રશ્ન છે આવી જ રીતે ધર્મીષ્ટાબેન પ્રવીણભાઈ વ્યાસે પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધેલ નથી તો પણ તેને સરકારી ચોપડે વેક્સિન આપી દેવામાં આવી છે અને આવી જ રીતે ઘણા બધા લોકોને સરકારી ચોપડે સરકારી આંકડા મોટા બતાવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારી કે પછી ટેકનિકલ ખામી જે હોય તે પરંતુ જે લોકોને વેક્સિન લીધા વગર જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે તેને ભવિષ્યમાં વાસ્તવિક રીતે વેક્સિન મૂકવામાં મુશ્કેલી પડે તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયાએ આ બેદરકારી માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને જ જવાબદાર ગણાવ્યા છે.






Latest News