મોરબીના નિંચી માંડલ પાસેથી મળી આવલે બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ
SHARE
મોરબીના નિંચી માંડલ પાસેથી મળી આવલે બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ
મોરબીના નીચી માંડલ ગામ નજીકથી એક બાળક મળી આવેલ હતું જે બાળકના વાલીને શોધવા માટેની મોરબી તાલુકા પોલીસની ટીમે કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે બાળકનું તેના પરિવારજનો સાથે મિલન મોરબી તાલુકા પોલીસે કરાવ્યુ છે
મોરબી તાલુકા પોલીસે માહિતી આપતા જણાવ્યુ છે કે, ઉમિયાનગરમાં શકિત ચેમ્બર પાછળ રહેતા નશેરભાઇ ભવાનભાઇ બારોટને આશરે ૧૦ વર્ષનો એક બાળક નીચી માંડલ ગામ પાસેથી મળી આવ્યો હતો જેથી નશેરભાઇએ પોલીસ કોન્સટેબલ જગદિશભાઇને તેની જાણ કરી હતી જેથી પોલીસે બાળકનું નામ સરનામું પુછતા બાળકે પોતે પોતાનું નામ પરેશ યોગેશભાઇ હોવાનું કહ્યું હતું અને સરનામું તેને ખબર ન હતું. જેથી પોલીસે તેના વાળીને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસે ગૂગલ મેપની મદદથી જુદાજુદા ગામના નામ બાળકને કહેતા ગૌરીદળ ગામનું નામ સાંભળતા બાળકે જણાવ્યું કે મારા નાના-નાની ગૌરીદળ ગામે શંકર ભગવાનના મંદિર પાસે આવેલ બાબુભાઇની વાડીએ રહે છે. જેથી પોલીસે ગૌરીદળ ગામે રહેતા રમેશભાઇ ગજેરાનો સંપર્ક કરી શંકર ભગવાનના મંદિર પાસે બાબુભાઇની વાડી બાબતે તપાસ કરાવી હતી. અને બાબુભાઇની વાડીએ જયંતિભાઇનો સંપર્ક કરતા પરેશ તેનો ભાણેજ થાય અને તેના પિતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકા હોવાનું જાણવા મળ્યું હતું. મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સરઘઈ ગામના વતની હાલ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામમાં રહેતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકાએ પોલીસને તેમનો દીકરો વાડીએથી ગુમ થયેલાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વીડીયો કોલથી ખરાઈ કરાવતા પરેશ તેના પિતાને ઓળખી ગયો હતો. માટે પોલીસે બાળકના માતા-પિતાને તેનો દીકરો સોપી દીધો હતો