મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક સિરામિક યુનિટમાં માટીના સાયલામાં પડી જતા મજૂર યુવાનનું કમકમાટીભર્યુ મોત


SHARE







મોરબીના રંગપર નજીક સિરામિક યુનિટમાં માટીના સાયલામાં પડી જતા મજૂર યુવાનનું કમકમાટીભર્યુ મોત

મોરબીના જેતપર રોડ ઉપરના રંગપર ગામ પાસે આવેલ સિરામિક યુનિટમાં કારખાનામાં વપરાતી માટી દળવાના સાયલામાં અકસ્માતે પડી જવાથી મજૂર યુવાનનું શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાછળના લેક્ષોપ્લસ સિરામિક નામના યુનીટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો નાનસિંગ ભલાભાઈ અમલીયાર નામનો ૨૭ વર્ષીય યુવાન કામ દરમિયાન માટી દળવાના સાયલામાં અકસ્માતે પડી જતા તે માટીની સાથે દળાઈ ગયો હતો અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે તેના ડેડબોડીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવતા હોસ્પિટલ સૂત્રો તરફથી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ મણીભાઈ ગામેતીએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મિલની પાસે રહેતો સુખદેવ લખમણભાઇ કંજારિયા નામનો ૨૪ વર્ષીય યુવાન મોરબીના મેપ સિરામિક ઊંચી માંડલ પાસેથી બાઇક લઇને જતો હતો તે દરમિયાનમાં તેનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા સુખદેવને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના સાવડી ગામના રહેવાથી ધર્મેશ ઉર્ફે ધરમશીભાઈ જાદવજીભાઈ ભાગીયા નામનો ૨૮ વર્ષીય યુવાન એકટીવાના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે તે સેન્ટમેરી ફાટક નજીક એકટીવામાંથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત ધરમશીભાઇ ભાગીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા રફિકભાઈ બચુભાઈ રાઠોડ નામના ૫૫ વર્ષીય આધેડને બીમારી સબબ મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News