મોરબીના રંગપર નજીક સિરામિક યુનિટમાં માટીના સાયલામાં પડી જતા મજૂર યુવાનનું કમકમાટીભર્યુ મોત
મોરબી સહિત પાંચ જિલ્લામાથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર ૨૫૦ લિટર દારૂ સાથે ઘરમાંથી ઝડપાઇ !
SHARE









મોરબી સહિત પાંચ જિલ્લામાથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર ૨૫૦ લિટર દારૂ સાથે ઘરમાંથી ઝડપાઇ !
મોરબી જિલ્લા સહિત રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલ મહિલા બુટલેગરના ઘરની અંદર મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂના જથ્થા સાથે અગાઉ હદપાર કરીને પાંચ જિલ્લા બહાર મુકવામાં આવેલ મહિલા બુટલેગર ત્યાથી મળી આવી હતી અને તેની પાસેથી ૨૫૦ લિટર દેશી દારૂ પણ મળી આવેલ છે જેથી પોલીસે હાલમાં પ્રોહિબિશન અને હદપારી ભંગ સબબ ગુના નોંધીને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર દેશી અને વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે અને જે રીતે અન્ય ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે તેવી જ રીતે દેશી દારૂના વેચાણમાં પણ મહિલાઓ મોરબી જિલ્લાની અંદર પુરુષ સમોવડી હોય તેવું જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારની અંદર મહિલાઓ દ્વારા દેશી દારૂ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે ત્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા (ઉંમર ૪૧) નામની મહિલા સામે દારૂના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલ છે અને પોલીસ તેને હદપાર મૂકી આવી હતી તેમ છતાં પણ તેના રહેણાંક મકાનની અંદર પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે હદપાર કરવામાં આવેલ સોનકી ૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ તેમજ હદપારીના ભંગ સબબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા લક્ષ્મણભાઈ જાદવના પત્ની વિજયાબેન (ઉંમર ૩૭) કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને બેભાન થઇ જતાં તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
